Western Times News

Gujarati News

અંધાધૂન સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ તરીકે જાહેર કરાઈ

સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ માટે ગુજરાતી ફિલ્મ હેલ્લારો જાહેર – આયુષ્યમાન-વિકી કૌશલ બેસ્ટ એક્ટર જાહેર
અમદાવાદ, દર વર્ષે એપ્રિલમાં નેશનલ એવોર્ડ વિનર્સના નામ જાહેર કરવામાં આવે છે. જોકે, આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી એપ્રિલ મહિનામાં નામ જાહેર કરવામાં આવ્યા નહોતાં. આજે એટલે કે નવ ઓગસ્ટના રોજ ત્રણ વાગે નવી દિલ્હીના શાસ્ત્રી ભવનના ફર્સ્ટ ફ્‌લોર પર આવેલા કોન્ફરન્સ હોલમાં ૬૬મા નેશનલ એવોર્ડ વિનરના નામ જાહેર કરવામાં આવ્યા હતાં. આ એવોર્ડમાં ફીચર ફિલ્મ કેટેગરીમાં ૩૧ એવોર્ડ આપવામાં આવે છે, જ્યારે નોન ફીચર ફિલ્મ કેટેગરીમાં ૨૩ એવોર્ડ આપવામાં આવે છે. જ્યૂરી હેડ રાહુલ રવૈલ છે, જ્યારે નોન ફીચર ફિલ્મ જ્યૂરીના હેડ એ એસ કનલ છે.

બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ ‘રેવા’ને મળ્યો છે. આ ઉપરાંત સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ માટે ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની પસંદગી કરવામાં આવી છે. બેસ્ટ એક્ટરનો એવોર્ડ આયુષ્માન ખુરાના તથા વિકી કૌશલને મળ્યો છે. ફીચર ફિલ્મમાં ૩૧ કેટેગરીમાં ૪૧૯ ફિલ્મ્સ આવી હતી. ૪૫ દિવસની અંદર જ્યૂરીએ આ ફિલ્મ્સ જોઈ હતી. નોન ફીચર ફિલ્મની ૨૩ કેટેગરી માટે ૨૫૩ ફિલ્મ્સ આવી હતી. જ્યૂરીએ ૨૮ દિવસની અંદર આ ફિલ્મ્સ જોઈ હતી. ૬૫માં નેશનલ ફિલ્મ એવોડ્‌ર્સમાં બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ ‘ન્યૂટન’ને મળ્યો હતો. બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ ‘બાહુબલીઃ ધ કન્ક્લૂઝન’ને મળ્યો હતો.

બેસ્ટ એક્શન ડિરેક્શનનો એવોર્ડ અલી અબ્બાસ મોગલ (‘બાહુબલીઃ ધ કન્ક્લૂઝન’ને મળ્યો હતો. બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટ્‌સ એવોર્ડ પણ ‘બાહુબલી’ને મળ્યો હતો. સ્પેશિયલ મેન્શન એવોર્ડ પંકજ ત્રિપાઠીને ફિલ્મ ‘ન્યૂટન’ માટે મળ્યો હતો. બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ શ્રીદેવીને ફિલ્મ ‘મોમ’ માટે મળ્યો હતો. જ્યારે બેસ્ટ એક્ટરનો એવોર્ડ બંગાળી એક્ટર રિદ્ધિ સેનને ફિલ્મ ‘નગર કિર્તન’ માટે મળ્યો હતો. બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મલયાલમ ફિલ્મ ડિરેક્ટર જયરાજને મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.