68 વર્ષના “બુધવારી બાપા” 22 વર્ષના યુવાનની જેમ ચડી જાય છે ગિરનાર પર્વત
૬૮ વર્ષના દાદામાં ૨૨ વર્ષના યુવાન જેવું જાેમ -દાદા દર બુધવારે ગિરનાર ચડવા જાય છે, જેથી ત્યાંના સાધુ સંતો પણ તેને બુધવારી બાપા તરીકે ઓળખે છે
રાજકોટ, ગરવા ગિરનારની ગોદમાં જઈને પ્રકૃતિનો આનંદ માણવો તેની મજા જ કંઈક અલગછે.પણ ગિરનાર ચડવો એ એટલી સહેલી વાત પણ નથી. ત્યારે આજે અમે આપને એક એવા દાદાની કહાની જણાવીશું કે જેઓની ઉંમર ૬૮ વર્ષની છે. પરંતુ તેઓ ૨૨ વર્ષના યુવાનની જેમ તેઓ ગિરનાર ચડી જાય છે.
આ દાદા દર બુધવારે ગિરનાર ચડવા જાય છે. જેથી ત્યાંના સાધુ સંતો પણ તેને બુધવારી બાપા તરીકે ઓળખે છે. દર બુધવારે ગિરનાર જતા ચૂનીભાઈ વિરજીભાઈ ચોટલીયાએ કહ્યું કે તેમને કોઈ માનતા રાખી નથી. તેઓ ખુશીથી દર બુધવારે ગિરનાર જાય છે.
બીજાની વાતો કરવી રજાના દિવસે એના કરતા કસરત પણ જઈ જાય અને રજાનો સારો ઉપયોગ પણ થઈ જાય એટલા માટે તેઓ ગિરનાર ચડવા માટે જાય છે. ડોક્ટર ચાલવુ કહે છે. એટલા માટે હું ગિરનાર ચડવા જાવ છુ અને એ બહાને ભગવાનનું નામ લેવાઈ જાય. ચૂનીભાઈ અત્યાર સુધીમાં ૫૦૦થી પણ વધુ વખત ગિરનાર ચડી આવ્યા છે.
ચૂનીભાઈનું કહેવુ છે કે તેઓ ૧૦ વર્ષના હતા ત્યારથી ગિરનાર ચડવા જાય છે.પહેલા તેઓ તેમના માતા સાથે પરિક્રમા કરવા અને શિવરાત્રિ પર ગિરનાર જતા હતા. ચૂનીભાઈ નોરતામાં, આઠમના હવનમાં, શિવરાત્રી સહિત અનેક તહેવારો પર તેઓ ગરવા ગિરનારની ગોદમાં જાય છે.
ગિરનારના સાધુ-સંતો ચૂનીભાઈને બુધવારી બાપા તરીકે ઓળખે છે.રસ્તમાં આવતી દુકાનના લોકો પણ બુધવારી બાપા તરીકે ઓળખે છે. પહેલા તેઓ મારી પાસે પાણીના પૈસા લેતા હતા. પરંતુ હવે તેઓ પાણીના પણ પૈસા લેતા નથી. પાણીની બોટલ અને નાસ્તા વહેચતા લોકો પણ એવુ કહે છે કે અમે તો થળા પર બેઠા હોય એટલે જઈ શકતા નથી.
તમે જાવ છો તો અમારી પણ પ્રાર્થના કરતા આવજાે. ચૂનીભાઈનું એક વખત એક્સિડન્ટ પણ થયું હતું. જેમાં તેઓને પગ અને હાથમાં ફ્રેક્ચર થયું હતું. તેમ છતાં તેઓ લંગડા લંગડા ચાલીને પણ ગિરનાર જતા હતા. ચુનીભાઈની ઈચ્છા છેક દતાત્રેય સુધી જવાની હતી.
જે પણ તેને પુરી કરી લીધી.એક વખત તો ચુનિભાઈને રસ્તામાં સિંહ સાથે પણ ભેટો થયો હતો. આમ ચુનિભાઈ યુવાનોને પણ શરમાવે તેવુ કામ કરી રહ્યાં છે અને આજે ૬૮ વર્ષની ઉંમરે પણ તેઓ ગિરનાર ચડવા જાય છે.