Western Times News

Gujarati News

69 ટકા ભારતીયોએ જણાવ્યું કે, તેઓ 30 દિવસ સુધી ખાદ્ય ચીજવસ્તુઓને જાળવવા રેફ્રિજરેટરનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે

તહેવારની આ સિઝન 55 ટકા ભારતીયોએ સ્માર્ટ હોમ એપ્લાયન્સિસની ખરીદી કરવાનો વિચાર કર્યો હતોઃ વોલ્ટાસના ‘ફેસ્ટિવ સ્પિરિટ સર્વે’નું તારણ

·         31 ટકા ઉપભોક્તાઓએ તહેવારની વાનગીઓ બનાવવા અને ડિશ ધોવામાં 3થી 4 કલાકનો સમય ફાળવ્યો

·         77 ટકા ભારતીયોએ જણાવ્યું હતું કે, તેઓ યુવીસી સાથે તેમના એસીને અપગ્રેડ કરવાનું પસંદ કરશે, જે જીવજંતુઓનો નાશ કરીને ઘરની અંદરની હવાને ઝડપથી સ્વચ્છ કરશે

મુંબઈ, ભારતમાં રુમ એર કન્ડિશનર્સ માટે માર્કેટ લીડર વોલ્ટાસ લિમિટેડએ મહામારી પછી તહેવારની આ સિઝનમાં ગ્રાહકના અભિગમમાં આવેલા પરિવર્તનને સમજવા માટે એક રાષ્ટ્રવ્યાપી પોલ હાથ ધર્યો હતો. આ અભ્યાસમાં હોમ એપ્લાયન્સ સેગમેન્ટમાં ભારતીય ઉપભોક્તાની બદલાતી પસંદગીઓની જાણકારી મળી હતી,

જેમાં સુવિધા, સાનુકૂળતા, કૂલિંગ, સ્વાસ્થ્ય અને ટેકનોલોજી ચાવીરૂપ હોવાની જાણકારી મળી છે. ગ્રાહકને કેન્દ્રમાં જાળવી હાથ ધરવામાં આવેલો આ સર્વે 4 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર, 2021 સુધી બ્રાન્ડના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવ્યો હતો.

આરોગ્યલક્ષી અને અદ્યતન ટેકનોલોજી ધરાવતા ડ્યુરેબલ્સના સ્વીકાર/અપગ્રેડિંગના મહત્વને સમજતાં અને એનો સ્વીકાર કરતાં 82 ટકા ભારતીયોએ જણાવ્યું હતું કે, તેઓ માને છે કે, તહેવાર માટે ઘરની તૈયારી કરવામાં સ્માર્ટ હોમ એપ્લાયન્સિસ તેમનો સમય બચાવી શકે છે. એ માન્યતા ધરાવતા 55 ટકા ભારતીયોએ જણાવ્યું હતું કે, તેઓ સરળતાપૂર્વક ઘરગથ્થું કામકાજ કરવા તહેવારની આ સિઝનમાં હોમ એપ્લાયન્સિસની ખરીદી કરવા વિચારી રહ્યાં છે.

આ સ્માર્ટ હોમ એપ્લાસન્સિસ અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ ખાસિયતો પ્રદાન કરે છે. 52 ટકા ઉત્તરદાતાઓએ કહ્યું હતું કે, તેઓ ઝડપથી ભોજન તૈયાર કરવા માઇક્રોવેવ ઓવનમાં ઓટો કૂક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તો 69 ટકા ભારતીયોએ જણાવ્યું હતું કે, તેઓ 30 દિવસ સુધી ખાદ્ય ચીજવસ્તુઓને તાજી રાખવા માટે રેફ્રિજરેટરનો ઉપયોગ કરવાનું પસંદ કરશે.

લોકડાઉનની શરૂઆત થયા પછી અત્યાર સુધી ડિશવોશર્સ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેગમેન્ટમાં નવા લોકપ્રિય ઉપકરણ તરીકે બહાર આવ્યું છે અને 67 ટકા ભારતીયોએ જણાવ્યું હતું કે, ડિશવોશર્સ તેમની કામગીરી સરળ બનાવશે અને રસોડામાં તેમનો સમય બચાવવામાં મદદરૂપ થશે.

અભ્યાસમાં એવી જાણકારી પણ હતી કે, તહેવારની સિઝન દરમિયાન 31 ટકા ભારતીયોએ સ્વાદિષ્ટ ભોજન બનાવવા અને ડિશ તૈયાર કરવામાં સરેરાશ 3થી 4 કલાક પસાર કર્યા હતા, તો  29 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, આ જ કામગીરી કરવા માટે તેમને 5 કલાકથી વધારે સમય લાગ્યો હતો.

જ્યારે તહેવારની પ્રાથમિકતાની વાત આવી હતી, ત્યારે 22 ટકા ભારતીયોએ જણાવ્યું હતું કે, તેમણે આ દિવાળીમાં સ્વાદિષ્ટ સામગ્રીઓ તૈયાર કરવાને બદલે ઘરને સ્વચ્છ કરવા પ્રાથમિકતા આપી હતી (19 ટકા), તો 34 ટકાએ જણાવ્યું હતું કે, તેમણે ઘરમાંથી કચરો કે ધૂળ દૂર કરવા પ્રાથમિકતા આપી હતી અને 26 ટકાએ કહ્યું હતું કે, તેમણે મિત્રો અને પરિવારજનોની આગતાસ્વાગતા કરવાને પ્રાથમિકતા આપી હતી.

જ્યારે ઘરમાં જવાબદારી વહેંચવાની વાત આવી હતી, ત્યારે 48 ટકા ભારતીયો તહેવારની સિઝન દરમિયાન ઘરની કામગીરીઓ માટે તેમના જીવનસાથી પર નિર્ભર હોવાનું બહાર આવ્યું હતું, તો 46 ટકા ભારતીયોએ પરિવારના સભ્યો વચ્ચે ઘરની કામગીરીની જવાબદારી વહેંચી હતી.

તહેવારની સિઝન કેન્દ્રસ્થાને આવતા અને શિયાળો શરૂ થયો હોવાથી શહેરોમાં લોકોના જીવન માટે હવાનું શુદ્ધિકરણ મહત્વપૂર્ણ જરૂરિયાત બનીને બહાર આવી છે. અમારા પોલમા જાણકારી મળી હતી કે, 77 ટકા ભારતીયોએ જણાવ્યું હતું કે, તેઓ યુવીસી ટેકનોલોજી સાથે તેમના એસીને અપગ્રેડ કરશે, જે પ્રદૂષકો, જીવજંતુઓનો નાશ કરીને ઘરની અંદર હવા ઝડપથી સ્વચ્છ કરશે, તો 60 ટકા ભારતીયોએ જણાવ્યું હતું કે, તેઓ દિવાળી દરમિયાન ઘરની અંદર હવાના પ્રદૂષણને નિયંત્રણમાં લેવા એર પ્યોરિફાયરનો ઉપયોગ કરશે.

સર્વેના તારણો પર વોલ્ટાસ લિમિટેડના એમડી અને સીઇઓ શ્રી પ્રદીપ બક્ષીએ કહ્યું હતું કે, “અમે જોયું હતું કે, ભારતીયો તહેવારો દરમિયાન ઘરની વિવિધ જવાબદારી ધરાવે છે અને તેઓ તેમના તહેવારને યાદગાર બનાવવા વધારે સમય ફાળવી શકે એ માટે મદદરૂપ થવા અદ્યતન ટેકનોલોજી ધરાવતા સોલ્યુશન પ્રદાન કરવા અણે ઇચ્છતાં હતાં. ‘ફેસ્ટિવ સ્પિરિટ સર્વે’ મહામારીને કારણે અમારા ગ્રાહકોની પ્રાથમિકતામાં પરિવર્તનને સમજવાના ઉદ્દેશ સાથે હાથ ધરવામાં આવ્યો હતો.

વોલ્ટાસ અને વોલ્ટાસ બીકોના ઉપકરણોની રેન્જ ભારતમાં બને છે અને દેશમાં અમારા ગ્રાહકોની હાલની જરૂરિયાતો પૂર્ણ કરવા સૌથી વધુ અનુકૂળ છે. અમે લોકોને હેલ્થ ટેક અને અદ્યતન ઉપભોક્તા ઉપકરણો અપગ્રેડ કરવા પ્રોત્સાહન આપીએ છીએ, જે સમય અને ઊર્જા બચાવે છે, જેનો તેઓ વધારે અર્થપૂર્ણ રીતે ઉપયોગ કરી શકશે.

આ ફેસ્ટિવ સ્પિરિટ સર્વેમાંથી પ્રેરિત થઈને અમારો ઉદ્દેશ ઉચ્ચ-ગુણવત્તાયુક્ત, નાણાં-સામે-મૂલ્ય આપતા ઉત્પાદનો વિકસાવવાનું જાળવી રાખવાનો છે, જે અમારા ગ્રાહકોના જીવનમાં મૂલ્ય અને સરળતા લાવશે.”

પોતાની ‘સ્માર્ટ થિંકિંગ’ ફિલોસોફીના ભાગરૂપે વોલ્ટાસ દેશમાં વિતરણની સૌથી વધુ પહોંચ ધરાવે છે, જેમાં છેલ્લાં 10 વર્ષમાં અનેકગણો વધારો થયો છે. કંપની 24,000થી વધારે કન્ઝ્યુમર ટચ પોઇન્ટ ધરાવે છે. ઉપરાંત વોલ્ટાસે વોલ્ટાસ કે વોલ્ટાસ બીકોના ઉત્પાદનોની ખરીદી કરવા આતુર ગ્રાહકો માટે વન-સ્ટોપ સોલ્યુશન તરીકે એક્સક્લૂઝિવ ઓનલાઇન વેબ સ્ટોર www.voltaslounge.comશરૂ કર્યો છે.

અત્યારે વોલ્ટાસ 170થી વધારે એક્સક્લૂઝિવ બ્રાન્ડ આઉટલેટ (ઇબીઓ) ધરાવે છે અને ભવિષ્ય માટે વિસ્તરણ યોજના ધરાવે છે. તાજેતરમાં કંપનીએ સમગ્ર દેશમાં ટિઅર 1, 2 અને 3 શહેરોમાં ગ્રાહકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા તથા તેમને શ્રેષ્ઠ અને અદ્યતન ટેકનોલોજી ધરાવતા ઉત્પાદનોની બહોળી રેન્જ સાથે સક્ષમ બનાવવા કેટલીક બ્રાન્ડ શોપ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.