7 આતંકવાદીઓ યુપીમાં ઘૂસ્યા, અયોધ્યામાં મોટા વિસ્ફોટોનું કાવતરૂં
અયોધ્યા, આ મહિનામાં જ અયોધ્યા કેસનો સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે. જેને પગલે હાલ અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે ગુપ્ત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આતંકીઓ ઉત્તર પ્રદેશમાં ઘુસી ગયા છે અને અયોધ્યામાં મોટા હુમલા કરી શકે છે.
આ રિપોર્ટને પગલે હાલ ઉત્તર પ્રદેશ પોલીસને હાઇ એલર્ટ કરી દેવામાં આવી છે. સાથે જ અયોધ્યા અને અન્ય ધાર્મિક સૃથળોએ જતા રસ્તાઓ પર સઘન તપાસ ચાલી રહી છે. એક વરીષ્ઠ પોલીસ અિધકારીએ મીડિયાને જણાવ્યું હતું કે એવા અહેવાલો અમને મળ્યા છે કે પાકિસ્તાની આતંકીઓ ઉત્તર પ્રદેશને નિશાન બનાવી શકે છે. કેમ કે અયોધ્યા ઉત્તર પ્રદેશમાં આવેલુ છે અને સુપ્રીમ કોર્ટ આ મહિનામાં જ અયોધ્યા મામલે ચુકાદો આપી શકે છે.
બીજી તરફ અયોધ્યામાં 14 કોસી પરીક્રમાની મંગળવારે શરૂઆત થઇ ગઇ છે, જેને પગલે પણ આ પરીક્રમાને ધ્યાનમાં રાખીને જે પણ ધાર્મિક સૃથળો પરીક્રમા સાથે સંકળાયેલા છે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ પરીક્રમામાં માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં દેશભરના લોકો જોડાય છે જેને પગલે આતંકીઓ તેને નિશાન બનાવી શકે છે. ગુપ્ત રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના આતંકી સંગઠનના આશરે સાત જેટલા આતંકીઓ ઉત્તર પ્રદેશમાં ઘુસી ગયા છે.
આ આતંકીઓ અયોધ્યા, ગોરખપુર કે ફૈઝાબાદમાં છુપાયા હોઇ શકે છે. જે સાત આતંકીઓ ઘુસ્યા છે તેમાંથી પાંચની ઓળખ પણ કરી લેવામાં આવી છે, આ આતંકીઓના નામ છે મોહમ્મદ યાકુબ, અબુ હમઝા, મોહમ્મદ શાહબાઝ, નિસાર અહેમદ, મોહમ્મદ ચૌૈધરી. એવા પણ અહેવાલો મળ્યા છે કે આ આતંકીઓ સાધુ કે કોઇ સંતના વેશમાં એટલે કે હિંદુ તરીકે અયોધ્યામાં પ્રવેશ કરી શકે છે.
આમ કરવાથી આતંકીઓ સહેલાઈથી અન્ય શ્રદ્ધાળુઓમાં ભળી જશે અને બાદમાં મોટા હુમલાને અંજામ આપી શકે છે. જેને પગલે હાલ જે પણ ધાર્મીક સ્થળો છે ત્યાં સુરક્ષા વધારી દેવાઇ છે અને સાથે જ વધુ સંખ્યામાં કોઇ ધાર્મિક કાર્યક્રમમાં લોકો એકઠા થાય તો તેમને સતર્ક રહેવાની સુચના પણ પોલીસ દ્વારા આપવામાં આવી છે. હાલ ઉત્તર પ્રદેશ આતંકીઓ ઘુસ્યાના અહેવાલો બાદ હાઇ એલર્ટ પર છે.