Western Times News

Gujarati News

7 મે 2024ના રોજ અમદાવાદ અને બ્રહ્મપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડશે

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.

• ટ્રેન નંબર 09017/09018 અમદાવાદ-બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ટ્રેન [2 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09017 અમદાવાદ-બ્રહ્મપુર સ્પેશિયલ અમદાવાદથી મંગળવાર, 07 મે 2024ના રોજ 19.15 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 04.15 કલાકે બ્રહ્મપુર પહોંચશે. તેવી જ રીતેટ્રેન નંબર 09018 બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ગુરુવાર, 9 મે 2024 ના રોજ બ્રહ્મપુરથી 07.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે ઉધના પહોંચશે.

આ ટ્રેન રૂટમાં વડોદરાસુરતઉધનાનંદુરબારજલગાંવભુસાવલશેગાંવઅકોલાવર્ધાનાગપુરતુમસર રોડગોંદિયાદુર્ગરાયપુરમહાસમુંદખારિયાર રોડકાંટાબંજીટિટિલાગઢકેસિંગામુનિગુડારાયગડાપાર્વતીપુરમ, બોબિલીવિઝિયાનગરમશ્રીકાકુલમ રોડ અને પલાસા સ્ટેશન પર રોકાશે. ટ્રેન નંબર 09018 બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ઉધના સ્ટેશન પર ટર્મિનેટ થશે. આ ટ્રેનના તમામ 20 કોચ સ્લીપર ક્લાસના હશે.

ટ્રેન નંબર 09017 માટે બુકિંગ 07 મે 2024ના રોજ 12.00 કલાકે તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટેમુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.