7.85 લાખની 500 ના દરની નકલી ચલણી નોટ સાથે ત્રણ ઝડપાયા

(એજન્સી)અમદાવાદ, દેશનાં અર્થતંત્રને ખોખલું કરવા માટે બાંગ્લાદેશ તેમજ પાકિસ્તાનથી નકલી ચલણી નોટ ઘુસાડવામાં આવી રહી છે. જેનો પર્દાફાશ અનેક વખત અલગ અલગ રાજ્યની પોલીસ તેમજ સુરક્ષા એજન્સી કરતી હોય છે, 7.85 lakh with fake currency notes of Rs 500 were caught with three
ગઇ કાલે નરોડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ શખ્સને ૭.૮૫ લાખ રૂપિયાની નકલી ચલણી નોટ સાથે દબોચી લીધા છે. થોડા મહિના પહેલાં ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે નરોડા પાટિયા નજીક આવેલા એટીએમ પાસે કેટલાક શખ્સ બેઠા છે. જેમની પાસે ૫૦૦ના દરની નકલી ચલણી નોટનો જથ્થો છે.
ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ત્રણ યુવકને કોર્ડન કરી લીધા હતા. ત્રણેય યુવક પાસેથી ૫૦૦ના દરની કુલ ૧૫૭૦ ચલણી નોટ મળી આવી હતી. ત્રણેયનાં નામ રઘુનાથ ઉર્ફે વિનોદ માસ્ટર પાંડુરંગન પિલ્લઇ મોહન અનબલગન ગવન્ડર અને દિનેશ ઉર્ફે લાલો રાજપૂત છે. તમામ આરોપીઓ પાસેથી ૭.૮૫ લાખ રૂપિયા મળી આવ્યા છે.
ભારત સરકાર શ્રી દ્વારા રૂપીયા ૨૦૦૦ ની ચલણી નોટ પરત ખેંચવાની જાહેરાત કરતાની સાથે રૂ. ૭,૮૫,૦૦૦/-ની રૂ. ૫૦૦ ના દરની ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો સાથે ત્રણ ઈસમોને પકડી પાડી ડુપ્લીકેટ નોટોના ષડયંત્રનો પર્દાફાશ કરતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ@sanghaviharsh @GujaratPolice pic.twitter.com/J4huwLqym0
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) May 29, 2023
ચલણી નોટ પર સિક્યોરિટી થ્રેડ શંકાસ્પદ લાગતા હતા તેમજ વોટરમાર્ક હતો નહીં. જેથી ક્રાઇમ બ્રાંચે ત્રણેયની ધરપકડ કરી લીધી હતી.
ઘટનાની જાણ એફએસએલની ટીમને થતાં તે પણ તાત્કાલીક પહોંચી ગઈ હતી અને ચલણી નોટની ચકાસણી કરી હતી. એફએસએલ અધિકારીએ રિપોર્ટ આપ્યો કે ચલણી નોટમાં ઉપયોગ થયેલો કાગળ હલકી કક્ષાની ગુણવત્તાનો છે. આ સિવાય નોટ ઉપર કોઇ સિક્યોરિટી થ્રેડ કે વોટર માર્ક કે બ્લાઇન્ડ પર્ન માર્ક એમ્બોસ થયા નથી.
ક્રાઇમ બ્રાંચે ત્રણેયની ધરપકડ કરીને આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી હતી. જ્યા તેમણે કબૂલાત કરી હતી કે હાટકેશ્વર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનમાં રહેતા વિકેશ ઉર્ફે વક્કી વનિયર ત્રણેય આરોપીનાં ઘરે આવ્યો હતો અને નકલી નોટ આપીને ગયો હતો.