Western Times News

Gujarati News

મધ્યપ્રદેશના બાંધવગઢમાં ૭ હાથીઓના મોતથી હડકંપ

ઉમેરીયા, મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં છેલ્લા બે દિવસમાં કુલ સાત હાથીઓના મોત થઈ ચુક્યા છે. જેમાં ત્રણ હાથીઓના મોત બુધવારે સવારે થયા હતા. જ્યારે અન્ય ત્રણ હાથી ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. અચાનક, સાત હાથીઓના મોતને પગલે હડકંપ મચી ગયો છે.

મૃતક હાથીઓમાં એક નર અને ત્રણ છ માદા છે. એમાં નર હાથીની ઉંમર ચારથી પાંચ વર્ષની છે, જ્યારે હાથણ(માદા)ની ઉંમર લગભગ ત્રણ વર્ષની છે. એવી શંકા છે કે હાથીઓને કોઈકે ઝેરી પદાર્થ કે નશાયુક્ત પદાર્શ ખવડાવી દીધો હશે, જેના કારણે તેમના મોત થયા છે.

આ ઘટનાની માહિતી મળતા જ વન્યજીવ સ્વાસ્થ્ય અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમો તરત જ સક્રિય થઈ ગઈ છે. બાંધવગઢની સાથે-સાથે જબલપુરના સ્કૂલ ઓફ વાઈલ્ડલાઈફ ફોરેન્સિક એન્ડ હેલ્થની ફોરેન્સિક ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી છે.

બીમાર હાથીઓની સારવાર ચાલી રહી છે, અને તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.આ ઘટનાની સૂચના મળ્યા પછી, વન વિભાગની કેટલીક ટીમોએ આસપાસના ક્ષેત્રમાં સ‹ચગ શરૂ કર્યું છે. આ ઝુંડમાં કુલ ૧૩ હાથીઓ હતા, જેમાંથી એક નર અને ત્રણ માદા હાથીઓ સહિત કુલ સાત હાથીના મોત થઈ ચુક્યા છે.

ત્રણ હાથી અવસ્થ છે, અને ત્રણ હાથી અવસ્થ હાલતમાં મળી આવ્યા છે. હાલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ હાથીઓના મોતના સાચા કારણોની ખબર પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.