વિરપુર તાલુકાની ધાટડા પ્રાથમિક શાળા માટે ૭ ખેડૂતોએ જમીન દાન આપી
(પ્રતિનિધી) વિરપુર, હાલના સમય મા આપણે અનેક એવી ઘટના ઓ જાેઈ કે જેમા શિક્ષણ ને લાંછન લગાડતી ઘટના ઓ સામે આવીતી હોય ત્યારે આજે એક પોઝીટીવ સ્ટોરીની વાત તમને કરીશુ જેમા વિરપુર તાલુકાની એક શાળાની બાજુમાં આવેલ જમીન બાળકોના ભવિષ્ય માટે લાખો રૂપિયાની જમીન શાળા ને આપી દીધી છે તો આવો જાણીએ આ અનોખા કીસ્સા વિશે વિરપુર તાલુકાની ધાટડા ગામની પ્રા.શાળા માટે ૭ ખેડૂતોએ જમીન દાનમાં આપતા ખુશી વ્યાપી છે શાળામાં નવા રૂમ પણ બનાવી શકાય તેટલી જગ્યા કે રમત ગમત માટે મેદાન નહોતું.
આ માટે શાળાના આચાર્ય પણ મૂંઝવણમાં હતા,જે અંગે ગામના અગ્રણીઓ સાથે અવારનવાર ચર્ચા થતી,ત્યારે આ અંગે ગામના લોકોએ બાળકો સારી રીતે ભણી શકે તેમજ વિવિધ રમત ગમત માટેનું પણ સારું મેદાન હોય તે અંગે પ્રાથમિક શાળામાં ચર્ચા વિચારણા માટે બેઠક બોલાવી ચર્ચા કરતાં ગામના ૭ ખેડૂત બંધુઓએ શાળાના મકાન,રોડ તેમજ મેદાન માટે જમીન દાનમાં આપવાની જાહેરાત કરી હતી.
ઉપરાંત પ્રાથમિક શાળા ખાતે નવીન બક્ષિશ જમીનના ભૂમિપૂજન નિમિત્તે સન્માન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જમીન દાનમાં આપનાર દાતાશ્રી નરેશભાઇ રામભાઈ તલાર, હીરાભાઈ મોનાભાઈ તલાર,સોમાભાઈ મોનાભાઈ તલાર અને શાળાના રસ્તા માટે જમીન દાનમાં આપનાર દાતાશ્રી રામાભાઈ નાથાભાઈ તલાર,રમેશભાઈ નાથાભાઇ તલાર, શાળાના પ્રવેશદ્રારના દાતાશ્રી રૂગનાથભાઈ પરમારનુ જમીનદાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિરપુર તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર દિપકભાઈ તલાર જીલ્લા પંચાયત સદસ્ય એસ બી ખાંટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નવીન જ્ઞાનકુંજ લેબ ઉદ્ઘાટન જીલ્લા પંચાયત સદસ્ય એસ.બી ખાંટ અને તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર દિપકભાઈ તલાર હસ્તે કરવામાં આવ્યું હતું નવીન પ્રાર્થના શેડનું ઉદ્વાટન ધાટડા ગ્રામ પંચાયત સરપંચ ભાવનાબેન પગીના હસ્તે કરવામાં આવ્યું.
સાથે વિનામૂલ્યે બાળકો માટે દરવર્ષે ચોપડા વિતરણ માટે ધોળી દૂધ મંડળીના ચેરમેન રણજીતભાઈ જે તલાર સેક્રેટરી અખમણભાઈ તથા મંડપના દાતાશ્રી રમણભાઈ તલાર સ્વેટના દાતાશ્રી રમેશભાઈ પટેલ નુ સન્માન કરવામાં આવ્યું.સાથે ધાટડા શાળામાં અભ્યાસ કરેલ ભૂતપૂર્વ વિધાર્થીઓ જેઓ નિવૃત થયેલ છે તેવા ચાલીસ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું ગ્રામજનોએ પ્રાથમિક શાળા માટે ભૂમિદાનમાં પોતાની મોંઘામૂલી જમીન આપી હતી.ત્યારે આ સાત ખેડૂતોએ સમાજ ને એક નવી રાહ ચિંધી છે અને ‘નામ કરતા કામનું મહત્વ’ કહેવતને સાર્થક કરી છે…