કોંગ્રેસના કાઉન્સિલર સહિત ૭ શખ્સો જુગાર રમતા ઝડપાયા
આણંદ, રાજ્યમાં પ્રજાની સેવા કરતા રખેવાળો જ ખોટા કામ કરતા ઝડપાતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આણંદના કોંગ્રસના કાઉન્સિલર સહિત ૭ શખ્સો જુગાર રમતા ઝડપાયા છે. આ ઘટનામાં આણંદ ગ્રામ્ય પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આણંદ જિલ્લાના બોરસદના કંસારી નજીક ગઈકાલે (શુક્રવાર) મધ્યરાત્રિના સુમારે બોરસદ શહેર પોલીસે બાતમીના આધારે અચાનક રેડ કરી હતી. જેમાં આણંદના કોંગ્રેસના કાઉન્સિલર સહિત સાત વ્યક્તિઓને રંગેહાથ ઝડપી પાડતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.7 people including Congress councilor were caught gambling
બોરસદ-કંસારી રોડ ઉપર બાતમીના આધારે પાડેલી રેડમાં મહંમદયાસીન ઉર્ફે કાણીયો અબ્દુલમીંયા મલેક, સલીમબેગ ઉર્ફે અલીમડી રીફાકતઅલી ઉર્ફે ગોપ સૈયદઅલી સૈયદ, ઈસ્માઈલબેગ ઉર્ફે ચકેડી બચુબેગ મિરઝા, શાદ્દીકઅલી ઉર્ફે લુચ્ચો શોકતઅલી સૈયદ, તૌફીકખાન ઐયુબખાન પઠાણ તથા આણંદના કોંગ્રેસના કાઉન્સીલર અબ્દુલરજ્જાક ઈસ્માઈલભાઈ વ્હોરા ઝડપાયા હતા. પોલીસને ઘટના સ્થળેથી રોકડા ૨૬૮૯૦ રૂપિયા જપ્ત કરી ઝડપાયેલ તમામ સાત શખ્શો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.HS1MS