રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ કરનારા 7 રેલવે કર્મચારીઓ સન્માનિત
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર મંડળ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્મા એ મંડળના 7 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં ઉત્કૃષ્ટ કાર્યના અમલ માટે સન્માનિત કર્યા. આ રેલવે કર્મચારીઓને ડ્યુટી દરમિયાન તેમની સજાગતા અને સતર્કતાને લીધે અપ્રિય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન માટે પ્રમાણ-પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા.
વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી રાકેશ કુમાર ખરાડીએ માહિતી આપતાં જણાવ્યું કે સર્વ શ્રી એસ.કે.સરીન લોકો પાયલોટ, રામરૂપ મીના સહાયક લોકો પાયલોટ, આશિષ કુમાર સ્ટેશન માસ્ટર મુન્દ્રા પોર્ટ, રામ કિશોર ટ્રેન મેનેજર ગાંધીધામ, કાર્તિક શર્મા સ્ટેશન માસ્ટર ઝુંડ, સંદીપ કુમાર પટેલ સ્ટેશન માસ્ટર ડભોડા અને પ્રદીપ કુમાર પ્રસાદ કાંટેવાળા ડભોડા ને પ્રમાણ-પત્ર આપીને સન્માનિત કર્યા. તમામ સન્માનિત કર્મચારીઓ એ રેલ સંરક્ષામાં ખામી જણાવા પર યોગ્ય કાર્યવાહી કરને અણગમતી ઘટના અને સંભાવિત હાનીથી બચાવ્યા છે.
મંડળ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્મા એ આ સજાગ સંરક્ષા રેલવે પ્રહરીનો ઉત્સાહ વધાર્યો. અને કહ્યું કે યાત્રીઓની સંરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારી પોતાની ડ્યુટી દરમિયાન સજાગતા અને સતર્કતાથી કામ કરે છે તો અમને સલામત ટ્રેન વર્કિંગમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.