ઘુસણખોરીનો પ્રયત્ન કરતા સાત આતંકી ઠાર

જમ્મુ ફ્રન્ટિયર બીએસએફના સાંબા સેક્ટરમાં એક મોટા આતંકવાદી જૂથ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો
(એજન્સી)જમ્મુ,
ભારત અને પાકિસ્તાન વચ્ચે આ દિવસોમાં ઘણો તણાવ છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં છે. એટલા માટે તે અસફળ હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
૮ અને ૯ મે ૨૦૨૫ની રાત્રે, જમ્મુ ફ્રન્ટિયર બીએસએફના સાંબા સેક્ટરમાં એક મોટા આતંકવાદી જૂથ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાનથી ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા સાત આતંકવાદીઓને મ્જીહ્લ એ ઠાર માર્યા છે.
શરૂઆતની માહિતીમાં જાણવા મળ્યું છે કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ જૈશ તરીકે થઈ છે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આતંકવાદીઓએ મધ્યરાત્રિએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. સેનાએ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં આતંકવાદીઓની ઘૂસણખોરી અને ગોળીબાર દેખાઈ રહ્યો છે.
સેનાની આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની ઢાંઢર ચોકીને ભારે નુકસાન થયું છે. જો અધિકારીઓનું માનીએ તો, આ ઘૂસણખોરીના પ્રયાસમાં પાકિસ્તાનની મ્છ્ એટલે કે બોર્ડર એક્શન ટીમ સામેલ હોઈ શકે છે.
સૈન્ય ટુકડી રાત્રે સરહદ પર પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન તેની નજર આતંકવાદીઓ પર પડી. રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્યે, આતંકવાદીઓએ આંતરરાષ્ટ્રીય સરહદેથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. સૈનિકો દ્વારા રોકવામાં આવ્યા બાદ, તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સૈનિકોએ ગોળીબાર શરૂ કરી દીધો.
ઘૂસણખોરીની દ્રષ્ટિએ સામ્બા પહેલેથી જ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. આ જ કારણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને અહીં તકેદારી વધારી દેવામાં આવી છે.
જ્યારથી ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. ત્યારથી પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં છે. ભારત આતંકવાદીઓના ઠેકાણાઓ અને આતંકવાદીઓ સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે.
આનાથી હતાશ થઈને, પાકિસ્તાને જમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો. આ ઓપરેશનમાં ૫૦ થી વધુ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. આ જ કારણ છે કે પાકિસ્તાન બદલો લેવા માટે સતત નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે.