70 વર્ષનો રેકોર્ડ તૂટ્યો: રાજકોટ શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ
રાજકોટ : ચાલુ વર્ષે રાજકોટમાં વિક્રમજનક વરસાદ પડ્યો છે. આજે શહેરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડતા 70 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ફાયરબ્રિગેડ અનુસાર રાજકોટ શહેરમાં મોસમનો કુલ 56 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ 70 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. મહાનગરપાલિકાના સત્તાવાર રેકોર્ડ મુજબ વર્ષ 2010માં ઈતિહાસનો સૌથી વધુ 55.50 ઇંચ વરસાદ નોંધાયો હતો.
ઉનાના ગાગડા ગામે ગઇકાલે નદીમાં બે યુવાનો તણાયા હતા. જેમાં એકને બચાવી લીધો હતો અને બીજા યુવાનનો મૃતદેહ 17 કલાક બાદ મળી આવ્યો છે. કોડીનારમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. રવિવારે ખાંભા પંથકમાં 1થી 10 ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારે આજે ફરી ખાંભા પંથકમાં વરસાદે મંડાણ માંડ્યું છે. ખાંભાના ડેડાણ ગામે એક કલાકમાં બે ઇંચ વરસાદ પડતા મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા છે.
રાજકોટમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વધુ એક ઇંચ નોંધાય તો 70 વર્ષનો રેકોર્ડબ્રેક થશે. મહાપાલિકાના સત્તાવાર રેકો4ડ મુજબ 2010માં સૌથી વધુ 55.50 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટમાં ગાજવીજ સાથે અડધી કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. ફાયરબ્રિગેડ અનુસાર મોસમનો 55 ઇંચ વરસાદ નોંધાયો છે.