ફિલ્મ ગેમ ચેન્જરમાં ૭ મિનિટ સીન માટે ૭૦ કરોડનો ખર્ચ

મુંબઈ, આરઆરઆરની સફળતા બાદ રામચરણ ડિમાન્ડમાં છે. તેની પાસે બે મોટા બજેટ સાઉથની ફિલ્મો છે. તો તે બોલિવૂડની બે ફિલ્મોમાં પણ જોવા મળશે. આ ફિલ્મની જાહેરાત વર્ષ ૨૦૨૨માં ઇઝ્ર૧૫ના ટાઈટલ સાથે કરવામાં આવી હતી.
તેનું ટાઇટલ બીજા જ વર્ષે એટલે કે ૨૦૨૩માં ફાઇનલ કરવામાં આવ્યું હતું. જે છે ગેમ ચેન્જર. તમિલ સિનેમાના દિગ્ગજ નિર્દેશક એસ. શંકર દ્વારા આ મુવી બનાવવામાં આવી રહી છે. જેમણે ‘નાયક’ અને ‘રોબોટ’ જેવી ફિલ્મો બનાવી છે. આ ફિલ્મ ૨૫૦ કરોડ રૂપિયામાં બનવા લાગી હતી.
પરંતુ જેમ જેમ તેનું નિર્માણ થતું હતું તેમ તેમ તેનું બજેટ વધતું જતું હતું. દરેક લોકો હજુ પણ ફિલ્મની રિલીઝ ડેટની રાહ જોઈ રહ્યા છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થઈ શકે છે. આ સાથે જ આમિર ખાન અને અક્ષય કુમારની ફિલ્મ પણ આવી રહી છે.
તેનો અર્થ એ કે એક મહાન ટક્કર નિશ્ચિત છે. હવે પિક્ચરની સ્ટોરી જાણીતી છે. તાજેતરમાં એમેઝોન ઇવેન્ટમાં રામચરણની ફિલ્મ સંબંધિત કેટલીક વિગતો જાહેર કરવામાં આવી હતી. હાલમાં જ ખબર પડી હતી કે રામચરણ આ ફિલ્મમાં ડબલ રોલ કરવાનો છે. તે પિતા-પુત્રની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.
એટલું જ નહીં નિર્માતા દિલ રાજુ તેને મોટા લેવલ પર બનાવવા માંગતા હતા. જેના કારણે પૈસા પાણીની જેમ વેડફાઈ રહ્યા છે. રામચરણની આગામી ફિલ્મ ગેમ ચેન્જરની સ્ટોરી કાર્તિક સુબ્બારાજે લખી છે. તાજેતરમાં નિર્માતાઓએ કેટલીક વિગતો શેર કરી છે.
જાણવા મળ્યું કે ફિલ્મની વાર્તા એક આઈએએસ ઓફિસર પર આધારિત હશે. જે ભ્રષ્ટાચાર સામે લડવાનો પ્રયાસ કરે છે. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે તે ડબલ રોલમાં હશે. એક પિતાનો રોલ અને બીજો પુત્રનો રોલ કરવાનો છે.
જ્યાં પિતા એક રાજ્યના મુખ્યમંત્રીની ભૂમિકા ભજવશે. પાર્ટીનું નામ હશે- અભ્યુદયમ. જ્યારે પુત્રનું પાત્ર આઈએએસ ઓફિસરનું હશે. બંને પાત્રો એકબીજાને મળશે અને પછી વાર્તા બતાવવામાં આવશે. જ્યારે કિયારા અડવાણી પુત્રના પાત્ર સાથે એન્ટ્રી કરશે.
ફિલ્મ ‘ઇન્ડિયન’માં પણ આવી જ સ્ટોરી હતી. જો કે પિતા-પુત્રના ડબલ રોલ સિવાય એ ક્યાંય સરખા નથી. તેને પોલિટિકલ થ્રિલર ગણાવવામાં આવી રહી છે. જેના પર ચૂંટણી તંત્રનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જાણવા મળ્યું છે કે રામચરણની આ ફિલ્મમાં પાંચ ગીતો હશે.
દરેક ગીત માટે અલગ-અલગ કોરિયોગ્રાફર રાખવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં સામેલ કોરિયોગ્રાફર્સમાં નાટુ-નાટુના પ્રેમ રક્ષિત, ઝૂમે જો પઠાણના બોસ્કો માર્ટીસ, ગણેશ આચાર્ય, જાની માસ્ટર અને પ્રભુદેવાના નામ સામે આવી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એક ગીત પર ૧૫ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેકર્સે એકલા ગીતો પર ૪૦-૫૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.SS1MS