10 રૂપિયાના ચાર્જિગમાં 70 કિ.મી. સુધીની એવરેજ આપતી ઈલેકિટ્રક મોપેડ
સરકારી એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ ઈ-મોપેડ બનાવી
ભરૂચ, દેશમાં દિવસેને દિવસે વધતી મોંઘવારીએ મધ્યમ વર્ગના લોકોની કમર તોડી નાખી છે. જયારે પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવથી લોકો પરેશાન છે ત્યારે ભરૂચની સરકારી એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા વૃંદ પટેલ અને શુભમ પંચાલે રતન ટાટાના નેનો કારના પ્રોજેકટ જોઈ પ્રભાવિત થઈને મધ્યમ વર્ગને પોષાય તેવી ઈલેકિટ્રક મોપેડ તૈયાર કરી છે.
આ અંગે સરકારી એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ વૃંદ પટેલ અને શુભમ પંચાલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ર વર્ષથી કંઈક પોતાનું કરવાની ઈચ્છા હતી પણ ખબર પડતી ન હતી ત્યારબાદ અમે ઈલેકિટ્રક વાહન વિષે જાણ્યું પણ ઈલેકિટ્રક વાહન બધા એફોર્ડ કરી શકે એમ ન હતું
અને સાથે સાથે પેટ્રોલના વધતા ભાવને જોઈને મને વિચાર આવ્યો કે આપડી જૂની સ્કુટીને જ ઈલેકિટ્રકમાં કન્વર્ટ કરીને તેને ઉપયોગમાં લઈએ એ ઉત્તમ રહેશે. જેથી અમે અમારા કોલેજના પ્રોફેસર વિશાલ દોશીના માર્ગદર્શન હેઠળ પોતાની જૂની પેટ્રોલ મોપેડને ઈલેકટ્રીક મોપેડ બનાવી દીધી છે.
આ ઈલેકટ્રીક મોપેડથી એક તો રૂપિયાની પણ બચત થાય છે સાથે સાથે આપણા દેશના ઈંધણના પુરવઠાની પણ બચત થાય છે જેને ચાર્જ કરવાનો ચાર કલાક જેટલો સમય લાગે છે આ ઈલેકટ્રિક મોપેડને ૧૦ રૂપિયાના કુલ ચા‹જગમાં ૭૦ કિ.મી. સુધીનું એવરેજ આપે છે.
આનાથી એર પોલ્યુશન નથી અને નોઈસે પોલ્યુશન પણ નથી થતું જેની વિશેષતાની વાત કરીએ તો તેમાં ત્રણ સ્પીડ ડ્રાઈવીંગ મોડ, રિવર્સ મોડ, આર્ટી થેફટ એલાર્મ સિસ્ટમ જયારે તમે બ્રેક મારશો ત્યારે ઓટોમેટીકલી મોટરને પાવર સપ્લાય પહોંચવાનું બંધ થઈ જાય છે. આ બાઈક મધ્યમ વર્ગીય પરિવાર માટે ઉત્તમ છે.