700 વીઘા જમીન ખરીદવાના નામે આણંદમાં શું ખેલ ખેલાયો?
ભાજપના કોર્પોરેટર સાથે એક કરોડની ઠગાઈ ઃ સ્વામીના સાગરિતની ધરપકડ
સુરત, આણંદના રિંઝા ગામે સાબરમતી નદી કાંઠે સ્વામીનારાયણનું ભવ્ય મંદિર બનાવવા માટે જમીન ખરીદવા જૂનાગઢના સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી સહિતની ટોળકીએ ભાજપના કોર્પોરેટરના રૂ.૧.૦૧ કરોડ ચાંઉ કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ પ્રકરણમાં જે.કે.સ્વામીના સાગરિત ભરત ઉર્ફે દર્શન શાહની ધરપકડ કરી હતી.
ભટારમાં હિમાંશુ રાઉલજી (૪ર) ભાજપના વોર્ડ નં.રરના કોર્પોરેટર છે. નવેમ્બર ર૦૧૪માં જમીનદલાલ મૌલિક પરમાર સાથે ફેસબુક પર પરિચય થયો હતો તેને જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરના જે.કે.સ્વામી આણંદ તાલુકાના રિંઝા ગામે સ્વામીનારાયણ સંપ્રદાયનું વિશાલ મંદિર અને ગુરૂકુળ બનાવવા માંગે છે અને તેના માટે રિંઝા ગામે ૭૦૦ વીઘા જમીન જોઈએ છે.
જે.કે.સ્વામી વિશ્વાસુ વ્યક્તિ મારફતે જમીન ખરીદવા ઈચ્છે છે અને આ સોદામાં બન્ને પક્ષે ફાયદો થાય એમ છે. આ સોદામાં અન્ય દલાલ પાર્થ ઉર્ફે મંસુર પણ સાથે છે એવી વાત કરી હતી. મૌલિક પરમારે હિમાંશુભાઈને જે.કે.સ્વામી અને તેના પીએ ભરત સાથે ફોન પણ આ અગે વાત પણ કરાવી હતી. કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ સ્વામીના ખાસ સુરેશ ભરવાડ સાથે મીટિંગ કરી હતી.
વીઘાનો ભાવ પ.૭ર લાખ નક્કી થયા બાદ રૂ.૧.૦૧ કરોડ ટોકન પેટે સુરેશ ભરવાડને આપ્યા હતા. જો કે, પંદરેક દિવસ વીતી જવા છતાં રપ ટકા પેમેન્ટ આવ્યું ન હતું. સ્વામી યેનકેન બહાનાબાજી કરતા હતા. આ અંગે ફ્રોડ થયું હોય ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી.