નકલી CBI અધિકારીના નામે સાયબર ક્રાઈમ કરતી ગેંગે 700 કરોડના ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શન કર્યા હતા
ગુજરાતમાં ૭૦૦ કરોડના ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ-અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ગેંગ સક્રિય થઈ
અમદાવાદ, સીબીઆઈના નકલી અધિકારીનો સ્વાંગ રચીને ગુજરાતમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ગેંગ સક્રિય થઈ હતી. આ ટોળકીએ એક વેપારી પાસેથી ૧.૧૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. સાયબર ક્રાઈમે છેતરપિંડી આચરનાર આ ટોળકીનો પર્દાફાશ તો કર્યો હતો પરંતુ, આ મામલે કેટલાક આરોપીઓ ફરાર હતા. 700 Crore Crypto Currency Transactions Done by Cyber Crime Gang in the Name of Fake CBI Officer
જોકે, આ મામલે સાયબર ક્રાઈમે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. સીબીઆઈના નકલી અધિકારીનો સ્વાંગ રચીને ગુજરાતમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ગેંગ સક્રિય થઈ હતી. આ ટોળકીએ એક વેપારી પાસેથી ૧.૧૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ધોરાજીના સૂત્રધાર સાથે રાજકોટના ૪ સહિત કુલ ૧૪ શખસની ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી.
હવે આ કેસમાં વધુ બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યાં છે. અગાઉ ઠગાઈ આચરતા આરોપીઓની ઓળખ કરી અલગ-અલગ ૪ ટીમ રાજકોટ, ધોરાજી, કુતિયાણા અને ઉપલેટા ખાતે મોકલી ૧૪ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં અગાઉ પકડાયેલા એકાઉન્ટ હોલ્ડર આરોપી રોહન લેઉવાના એકાઉન્ટમાં ફરિયાદી સાથે થયેલી ફ્રોડના ૪.૯૯ લાખ જમા થયા હતા.
જે રકમ આરોપીઓ કિરણ દેસાઇ તથા અંકિત દેસાઇ નામના વચેટિયાઓએ રોહન લેઉવા પાસેથી સેલ્ફ ચેકથી મેળવ્યા હતા. આરોપીઓએ પોતાનું કમિશન મેળવી બાકીની રકમ સુરત ખાતે વિરેન નામની વ્યક્તિને મોક્લી આપી હતીટેÂક્નકલ તથા હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપી વિરેન આસોદરિયાને સુરતથી પકડી પાડવામાં આવ્યો છે, જેના આગળના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
આરોપી વિરેન આસોદરિયાની તપાસમાં આરોપી ચાઇનીઝ વ્યક્તિઓની સાથે એપ્લિકેશનના માધ્યમથી સંપર્કમાં હોવાનું તથા ચાઇનીઝ વ્યક્તિઓ સાથે ક્રિપ્ટો કરન્સી વેચીને અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં નાણાં મેળવતો હોવાનું જણાયું છે. વિરેન આસોદરિયાના સોશ્યલ મીડિયાના એકાઉન્ટમાંથી શેર કરેલા ૫૧ બેંક એકાઉન્ટ મળ્યા હતા.
આ બેંક એકાઉન્ટ્સ વિરુદ્ધ દેશભરમાં ૬૧૦ જેટલી સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાયેલી છે. વિરેન આરોપી પ્રદીપ માણિયા પાસેથી ક્રિપ્ટો કરન્સી મેળવી ચાઇનીઝ વ્યક્તિઓને માર્કેટ વેલ્યુ કરતાં વધુ ભાવે ક્રિપ્ટો કરન્સી વેચતો. આરોપી પ્રદીપ મણિયારને સુરત ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. ૨૦૧૮થી આજ સુધી ક્રિપ્ટો કરન્સી એપ્લિકેશનોના માધ્યમથી આશરે ૭૦૦ કરોડનું ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું જણાવ્યું છે.
ડિજિટલ હાઉસ અરેસ્ટમાં સાયબર અપરાધી પીડિતોને તેના ઘરોમાં ફસાવી તેને છેતરે છે. તે ઘણીવાર એઆઈ-જનરેટેડ અવાજ કે વીડિયો કોલના ઉપયોગથી પોલીસ અધિકારી, સીબીઆઈના એજન્ટ કે સીમા શુલ્ક અધિકારી હોવાનો દેખાવો કરે છે. અપરાધી સંભવિત પીડિતો પર તેના આધાર કે ફોન નંબરથી ગેરકાયદે કામ કરાવવાનો ખોટો આરોપ લગાવે છે.