બાળકી પર બળાત્કાર અને હત્યા કેસમાં ફાંસીની સજાનો ચુકાદો 72 દિવસમાં આવી ગયો

ઝઘડિયા GIDCમાં બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા
વિજય પાસવાનને ફાંસી સાથે ૧૦ લાખનું વળતર ચૂકવવા અંકલેશ્વર સેશન્સ કોર્ટનો ચુકાદો- આરોપી વિજય પાસવાને બાળકીનું અપહરણ કરી,બરબરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું
સરકારના વિશાળ હિતમાં તેમજ રાષ્ટ્રહિતમાં સુંદર સંદેશો આપવા માટે જિલ્લા સરકારી વકીલ અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિબ્યુટર પીબી પંડ્યા એ આ કેસ શરૂઆતથી જ કોઈપણ જાતની ફી લીધા વગર લડવાની જાહેરાત કરી હતી.
આ કેસ જિલ્લા સરકારી વકીલ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ફ્રીમાં કોઈપણ જાતની ફી લીધા વગર ચલાવેલો છે, આ ગંભીર ગુના નો કેસ ચાર્જ ફ્રેમ થયા બાદ ફક્ત ૭૨ દિવસમાં કેસ ચલાવીને તેને પૂરો કરી વિજય પાસવાનને ફાંસીની સજા કરવામાં આવી છે.
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા દુષ્કર્મમાં દીકરી નિર્ભયાને ૭૨ દિવસમાં ન્યાય મળવા સાથે અંકલેશ્વર સેશન્સ કોર્ટે અપહરણ, પાશવી દુષ્કર્મ અને હત્યાના આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણી બળાત્કારી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે. ભરૂચ જીલ્લાની ઝઘડિયા GIDC માં ૧૦ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવાના ચકચારી મામલામાં નરાધમ આરોપી વિજય પાસવાનને અંકલેશ્વરની સેશન્સ કોર્ટે મૃત્યુ દંડની સજાનો ચુકાદો આપ્યો છે.
ઝઘડિયા જીઆઈડીસીમાં ૧૬ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ૧૦ વર્ષની ઝારખંડની શ્રમિક વર્ગની દીકરી ઉપર જઘન્ય અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો અપરાધ બન્યો હતો.શ્રમિક કોલોનીમાં રહેતા આરોપી વિજયકુમાર પાસવાને લોખંડ વીણતી બાળકીનું અપહરણ કરી તેને દીવાલ પાછળ લઈ ગયો હતો.
જ્યાં દુષ્કર્મ આચરી તેના ગુપ્ત ભાગે સળિયો પણ ઘુસાડી દીધો હતો. મોડી સાંજે માતા દીકરીની શોધખોળ કરી રહી હતી ત્યારે મમ્મી મમ્મીનો અવાજ આવતા દીકરીને દીવાલ પાછળ લોહી લુહાણ હાલતમાં જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ હતી.અન્ય લોકોની મદદથી દીકરીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાઈ હતી.જ્યાંથી વડોદરા વધુ સારવાર માટે લો જવાય હતી.ઝારખંડ સરકારે પણ ઘટના અંગે ગંભીર નોંધ લીધી હતી.
શું હતો આખો મામલોઃ વિગતવાર નીચે લીંક પર ક્લિક કરી વાંચો
ગુજરાત સરકારે ૧૧ તબીબોની ટીમને દીકરીને બચાવવા સારવારમાં ખડેપગે રાખી હતી.જોકે ૩૦ જેટલી ગંભીર ઈજાઓ પોહચી હોય ૭ દીવસની સારવાર બાદ દીકરીનું મોત થયું હતું.ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ અતિ ગંભીર ઘટનામાં જીં્ ની રચના કરી પોતાની દેખરેખમાં તપાસ ચલાવી ગણતરીના કલાકમાં હેવાન વિજય પાસવાનને ઝડપી પાડી તમામ પુરાવાઓ એકત્ર કરી ચાર્જશીટ દાખલ કરી હતી.
અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ પરેશ પંડ્યાએ ફી લીધા વગર આ કેસ લડ્યો હતો.ચાર્જ ફ્રેમ થયાના ૭૨ દિવસમાં શુક્રવારે કોર્ટે રેરેસ્ટ ઓફ રેર ગણી દુષ્કર્મી હત્યારા વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે.સાથે જ પીડિત પરિવારને ૧૦ લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.
ભોગ બનનાર સગીરાના પીએમ કરના ડોક્ટરે જણાવ્યું હતું કે ભોગ બનનાર સાથે આરોપીએ શરૂઆતથી જ બર્બરતા પૂર્વક તેણીને ગંભીર ઇજાઓ કરેલી હતી.બળાત્કાર કરતા પહેલા અને તે સમયે તેમજ બળાત્કાર કર્યા પછી પણ ખૂબ જ બર્બરતા થી ટોર્ચર કરવામાં આવેલી હતી નિર્ભયા ના પીએમ દરમિયાન કુલ ૩૦ જેટલી ગંભીરિજાઓ જોવા મળેલ હતી.
ઝઘડિયા જીઆઈડીસીમાં તેના માતા પિતા સાથે રહેતી ઝારખંડની ગરીબ દીકરીએ બનાવ બાદ તુરંત સારવાર માટે લઈ જતા પહેલા આરોપીને ઓળખનું નામ બુઢ્ઢા જણાવી દીધું હતું.જેથી આરોપીની ઓળખ છતી થઈ ગયેલી,આરોપીના અંડર ગારમેન્ટ ઉપર ભોગ બનનારનું લોહી મળી આવેલું,ડીએનએ નો પુરાવો પણ મેચ થયેલો, સરકારે પીડીતાને બચાવવા માટે ૧૧ જેટલા ડોક્ટરોની ટીમને દિવસ રાત સારવાર કરાવેલી હતી.
ઝઘડિયા જીઆઈડીસીના નિર્ભયાકાંડની યાદ તાજી કરાવનાર નાની બાળકીનું અપહરણ બળાત્કાર અને ખૂન કરવાના ગુનામાં પ્રથમ વખત અંકલેશ્વરના એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે દ્વારા આરોપી વિજય કુમાર રામશંકર પાસવાનને મૃત્યુદંડ ની સજા ફાંસીની સજા કરતો હુકમ તેમજ રૂ.દશ લાખ નું વળતર આપવાનો હુકમ કર્યો છે.