Western Times News

Gujarati News

૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનો પ્રારંભ

રાજ્યો વચ્ચે એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરવા ખેલકૂદનું માધ્યમ ખૂબ જ પ્રભાવશાળીયુનિફોર્મ સર્વિસમાં હંમેશા ખેલકૂદને અગ્રીમ સ્થાન આપવામાં આવી રહ્યું છે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય

ગુજરાતમાં પ્રથમ વાર યોજાઈ રહેલી ૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનો આજે ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.

દેશના વિવિધ રાજ્યોમાંથી આ સ્પર્ધામાં સહભાગી થવા પધારેલા તમામ સ્પર્ધકોનું ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ તરફથી સ્વાગત કરતા ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે કહ્યું હતું કેમહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની આ ભૂમિ પર ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન કરવા બદલ ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ તથા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના વડાશ્રીનો આભાર વ્યક્ત કરું છું.

શ્રી વિકાસ સહાયે ઉમેર્યું કેદેશની અને રાજ્યની આંતરિક સુરક્ષામાં રાજ્ય પોલીસ દળ તેમજ કેન્દ્રીય પોલીસ દળનું યોગદાન સર્વશ્રેષ્ઠ છે. એકબીજાના સંકલન થકી સૌ સાથે મળીને આ જવાબદારી નિભાવી રહ્યા છે તેનું આ પરિણામ છે. રાજ્યો વચ્ચે એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરવા ખેલકૂદનું માધ્યમ ખૂબ જ પ્રભાવશાળી છેત્યારે યુનિફોર્મ સર્વિસમાં હંમેશા ખેલકૂદને અગ્રીમ સ્થાન આપવામાં આવી રહ્યું છે.

ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો વચ્ચે વિવિધ રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન દર વર્ષે ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.

રમતોને અલગ અલગ ક્લસ્ટરમાં વહેંચીને તેની યજમાની વિવિધ રાજ્યોમાં સ્થિત પોલીસ દળને સોંપીનેઆ સ્પર્ધાઓ ભારતભરમાં યોજવામાં આવે છે. આ વર્ષે એક્વેટિક ક્લસ્ટરની સ્પર્ધાઓનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. જેની યજમાની ગુજરાત યુનિટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ગુજરાત યુનિટ કરી રહ્યું છે.

આ સ્પર્ધામાં આંદામાન નિકોબાર પોલીસઆંધ્રપ્રદેશ પોલીસઆસામ પોલીસ અને આસામ રાઈફલ્સબોર્ડર સીકયોરીટી ફોર્સછત્તીસગઢ પોલીસસી.આઈ.એસ. એફસી.આર.પી.એફગુજરાત પોલીસહરિયાણા પોલીસઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસજમ્મુ- કાશ્મીર પોલીસઝારખંડ પોલીસકર્ણાટક પોલીસકેરાલા અને મહારાષ્ટ્ર પોલીસએન.ડી.આર.એફઓડીશારાજસ્થાન,તમિલનાડુઉત્તરાખંડપશ્રિમ બંગાળતેલંગણાઉત્તર પ્રદેશ અને પંજાબ પોલીસરેલ્વે પ્રોટેકશન ફોર્સએસ.એસ.બીના ૭૦૪ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.

આ સમારોહમાં સી.આર.પી.એફ  સ્પે. ડીજીપી શ્રી વિતુલકુમારસી.આર.પી.એફ સાઉથ ઝોન એડિશનલ ડી‌.જી.પી શ્રી રવિદિપ સિંઘ શાહી, I.B એડિશનલ ડી.જી.પી શ્રી રાજીવ આહીર,  ગુજરાતના એડિશનલ ડી.જી.પી શ્રી  શ્રી રાજુ ભાર્ગવવેસ્ટર્ન સેકટર સી,આર.પી.એફ શ્રી વિરેન્દ્ર અગ્રવાલ સહિત મહાનુભાવો તેમજ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના સ્પર્ધક જવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.