Western Times News

Gujarati News

ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ: સૌથી ઓછું દાહોદ જિલ્લાનું પરિણામ

ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં અમદાવાદ શહેરનું ૬૬.૮૨ % અને ગ્રામ્યનું ૭૧.૧૫ % પરિણામ

અમદાવાદ ગ્રામ્યમાં ૨૩,૩૬૫ અને શહેરના ૩૧,૩૯૭ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા –શહેરી વિસ્તારમાં એલિસબ્રિજ બ્લાઇન્ડ સેન્ટરનું ૧૦૦% પરિણામ જ્યારે એલિસબ્રિજ બીજા અને નારણપુરા કેન્દ્ર ત્રીજા ક્રમે

સમગ્ર રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના જાહેર કરાયેલા પરિણામમાં અમદાવાદ ગ્રામ્ય અને શહેરના વિદ્યાર્થીઓનું ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં  અમદાવાદ શહેરનું પરિણામ ૬૬.૮૨% અને ગ્રામ્યનું ૭૧.૧૫% રહ્યું છે. 73.27% Result of Class 12 General Stream:

શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલી ધો.12 કોમર્સ, વ્યવસાયલક્ષી અને ઉ.ઉ.બુનીયાદી પ્રવાહનું એકંદર 73.27 ટકા પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષ કરતા આ પરિણામમાં મોટો એવો 13.64 ટકાનો ઘટાડો નોંધાયો છે.

તો 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં મોટો ઘટાડો અને 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે સવારે જાહેર થયેલા પરિણામમાં સૌથી વધુ કચ્છ જિલ્લાનું 84.59 ટકા અને સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 54.67 ટકા પરિણામ આવ્યું છે તો કેન્દ્રોમાં વાંગધ્રાનું સૌથી વધુ 95.85 ટકા અને સૌથી ઓછું દેવગઢ બારીયાનું 36.28 ટકા આવ્યું છે.

અમદાવાદ ગ્રામ્યમાં ૨૩,૩૬૫ અને શહેરના ૩૧,૩૯૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં શહેરના ૧૨૪ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ગ્રામ્યના ૮૫ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

કેન્દ્રવાર વિગતોની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં એલિસબ્રિજ બ્લાઇન્ડ સેન્ટરનું ૧૦૦% પરિણામ જ્યારે એલિસબ્રિજ બીજા અને નારણપુરા કેન્દ્ર ત્રીજા ક્રમે રહ્યું છે.  જ્યારે ગ્રામ્ય વિસ્તારના કેન્દ્રોમાં ફેદરા ૮૨.૬૩ % સાથે પહેલા ક્રમાંકે અને બગોદરા ૮૦.૭૫% સાથે બીજા સ્થાને રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.