બજેટ 2023માં 73 ટકાને આવશ્યક ચીજવસ્તુઓની કિંમતોમાં ઘટાડાની અપેક્ષા છે – સર્વે
54 ટકા આવશ્યક ચીજવસ્તુઓ પર GSTમાંથી મુક્તિ ઇચ્છે છે
· સર્વેમાં 6100 લોકો સામેલ થયા હતા; જેમાં જ્યારે 65 ટકા ગ્રામીણ ભારતનાં છે, ત્યારે 35 ટકા શહેરી ભારતમાંથી છે
· 26 ટકા વ્યક્તિગત આવકવેરાના દરમાં તમામ સ્લેબમાં 5 ટકા સુધીનો ઘટાડો ઇચ્છે છે- 32 ટકા હાઉસિંગ લોનના વ્યાજની પુનઃચુકવણીમાંથી મુક્તિની મર્યાદા પર પુનર્વિચારણા કરવા ઇચ્છે છે
મુંબઈ, અગ્રણી કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાએ વિવિધ મુદ્દાઓ પર ઉપભોક્તાઓના વિચારનું માસિક વિશ્લેષણ ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (સીએસઆઇ)ના લેટેસ્ટ તારણો જાહેર કર્યા હતા. પ્રી-બજેટ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, વર્ષ 2023ના બજેટમાંથી સૌથી મોટી અપેક્ષા જીવનજરૂરી આવશ્યક ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડાની છે. આ સર્વેમાં એક મુખ્ય વિનંતી આવકવેરાના દરમાં ઘટાડો કરવાની હોવાની જાણકારી બહાર આવી છે, જે ઉપભોક્તાઓને મોંઘવારી સામે લડવા હાથ પર વધારે નાણાં આપશે.
પ્રી-બજેટ નેટ સીએસઆઇ સ્કોરની ગણતરી સેન્ટિમેન્ટમાં ટકાવારીમાં વધારામાંથી ઘટાડાની ટકાવારી બાદ કરીને કરવામાં આવે છે, જે +10 છે, જે ગયા મહિનાના +08થી 02 પોઇન્ટના વધારાને પ્રતિબિંબિત કરે છે.
સેન્ટિમેન્ટના વિશ્લેષણમાં પાંચ પ્રસ્તુત પેટાસૂચકાંકોનું વિશ્લેષણ કરવામં આવ્યું છે – કુલ ઘરગથ્થું ખર્ચ, આવશ્યક અને બિનઆવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ, હેલ્થકેર પર ખર્ચ, મીડિયાના વપરાશની આદતો, મનોરંજન અને પ્રવાસના પ્રવાહો.
સર્વે 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 6100 લોકોના સેમ્પ્લ સાઇઝ સાથે કમ્પ્યુટર-આઇડેડ ટેલીફોનિક ઇન્ટરવ્યૂ મારફતે હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં 65 ટકા ઉત્તરદાતાઓ ગ્રામીણ ભારત સાથે સંબંધિત હતાં, તો 35 ટકા શહેરી ઉત્તરદાતાઓ હતા. વિસ્તારોની દ્રષ્ટિએ 23 ટકા ઉત્તર ભારત સાથે, 27 ટકા પૂર્વ ભારત સાથે, 28 ટકા પશ્ચિમ ભારત સાથે અને 22 ટકા દક્ષિણ ભારત સાથે સંબંધિત હતાં. જ્યારે 69 ટકા ઉત્તરદાતાઓ પુરુષો હતાં, ત્યારે 31 ટકા ઉત્તરદાતાઓ મહિલાઓ હતી. બે બહુમતી ધરાવતા સેમ્પલ ગ્રૂપની દ્રષ્ટિએ 33 ટકા 36થી 50 વર્ષની વય જૂથનાં હતાં, તો 30 ટકા 26 વર્ષથી 35 વર્ષની વયજૂથનાં હતાં.
સીએસઆઇ રિપોર્ટ પર એક્સિસ માય ઇન્ડિયાના ચેરમેન અને એમડી પ્રદીપ ગુપ્તાએ કહ્યું હતું કે, “ઉપભોક્તાઓ આગામી બજેટની જાહેરાતો માટે આતુર છે, કારણ કે આ જાહેરાતો તેમના માટે શ્રેષ્ઠ જીવન અને આજીવિકા માટે આશાનું કિરણ છે તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતના નિયંત્રણની દ્રષ્ટિએ મોટી અપેક્ષા છે. ઉપભોક્તાઓ વિવિધ પગલાં લેવા પણ આતુર છે, જે સરકાર ભારતીય અર્થતંત્રમાં ડિજિટાઇઝેશનને વેગ આપશે. સંપૂર્ણપણે જોઈએ તો વૈશ્વિક અવરોધો હોવા છતાં ભારતીય અર્થતંત્ર વર્ષ 2023માં વધારે વૃદ્ધિ માટે સજ્જ હોવું જોઈએ.”
વર્ષ 2023નાં બજેટ અગાઉ વર્તમાન રાષ્ટ્રીય પ્રવાહના મુદ્દાઓઃ
· ભારતીય અર્થતંત્ર પ્રત્યે નાગરિકોના સેન્ટિમેન્ટ્સને સમજવા ઊંડું વિશ્લેષણ કરતાં સર્વેમાં જાણકારી મળી છે કે, 22 ટકા ઉત્તરદાતાઓ ચાલુ વર્ષે ભારતીય અર્થતંત્ર પર ‘ઓઇલની કિંમતો’ મહત્વપૂર્ણ અસર કરશે એવી ધારણા છે. ઉપરાંત 16 ટકા-16 ટકા ઉત્તરદાતાઓ અર્થતંત્ર પર ચાલુ વર્ષે ‘મોંઘવારી’ અને ‘વર્ષ 2024ની આગામી ચૂંટણીઓ’ બોજરૂપ બનશે એવું માને છે. સરકારી નીતિઓ અને રશિયા-યુક્રેન યુદ્ધ અનુક્રમે 14 ટકા અને 11 ટકા માટે ચિંતાજનક મુદ્દો છે.
· સીએસઆઇ સર્વેમાં બજેટમાંથી ઉપભોક્તાઓની અપેક્ષાઓ જાણવાનો પ્રયાસ પણ થયો હતો. તેમાં આગામી બજેટમાં મહત્વપૂર્ણ મુદ્દાઓનો ખુલાસો પણ થયો હતોઃ
– મોટા ભાગના 73 ટકા માને છે કે, બજેટમાં ‘સાબુ, ડિટર્જન્ટ, રાંધણ તેલ જેવી આવશ્યક ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડા’ની સમસ્યાનું સમાધાન કરવાની જરૂર છે
– 54 ટકા માને છે કે, એમાં આવશ્યક ચીજવસ્તુઓ પર જીએસટી મુક્તિનો પણ વિચાર કરવો જોઈએ
– 44 ટકા જીએસટીની ટકાવારીમાં ઘટાડો ઇચ્છે છે અને
– 32 ટકા હાઉસિંગ લોનની મુક્તિમાં ફરી વિચારણા કરવામાં આવે એવું ઇચ્છે છે
· સર્વેમાં એવી પણ જાણકારી મળી હતી કે, 26 ટકા માને છે કે, નાણાં મંત્રીએ આગામી બજેટમાં વ્યક્તિગત આવકવેરામાં 5 ટકા સુધીનો ઘટાડો કરવા જોઈએ. ઉપરાંત કરમુક્તિની મર્યાદા રૂ. 2.5 લાખની મર્યાદાથી વધારે વધારવામાં આવે એવું 25 ટકા ઇચ્છે છે.
· સર્વેમાં એવા પરિબળો પર પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે કે, જે ભારતીય અર્થતંત્રમાં ડિજિટાઇઝેશનમાં મદદરૂપ થશે. શ્રેષ્ઠ બેંકિંગ નેટવર્ક (32 ટકા), ટેલીકોમ જોડાણનો વધારે વ્યાપ અને 5જી (19 ટકા) તથા ઇન્ટરનેટની શ્રેષ્ઠ સુરક્ષા (18 ટકા) – ડિજિટાઇઝેશનના મહત્વપૂર્ણ આધારસ્તંભો માને છે.
· એક્સિસ માય ઇન્ડિયાના સર્વે મુજબ, 38 ટકા ટીવી પર બ્રાન્ડની જાહેરાતો પર ધ્યાન આપે છે, તો 32 ટકા ડિજિટલ માધ્યમ પર જાહેરાત પર ધ્યાન આપે છે. એ સર્વે ઉપરાંત 51 ટકાએ ડિજિટલ માધ્યમ પર ઓછામાં ઓછી એક વાર (કે વધારે) જાહેરાતો ધરાવે છે.
સીએસઆઈના મુખ્ય તારણો:
· 59 ટકા પરિવારો માટે કુલ ઘરગથ્થું ખર્ચમાં વધારો થયો છે, જે ગયા મહિનાની સરખામણીમાં 4 ટકા સુધી વધારે છે. ગયા મહિને નેટ સ્કોર +47 હતો, જે ચાલુ મહિને 5 વધીને +52 થયો છે.
· પર્સનલ કેર અને ઘરગથ્થું ચીજવસ્તુઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ 40 ટકા પરિવારો માટે વધ્યો છે, જે ગયા મહિનાથી 1 ટકાના ઘટાડાને પ્રતિબિંબિત કરે છે. ગયા મહિને નેટ સ્કોર +26 હતો, જે ચાલુ મહિને બે વધીને +28 થયો હતો.
· એસી, કાર અને રેફ્રિજરેટર જેવી બિનઆવશ્યક અને વિવેકાધિન ચીજવસ્તુઓ પર ખર્ચ 5 ટકા પરિવારો માટે વધ્યો છે, જે ગયા મહિનાથી 2 ટકાના ઘટાડાને પ્રતિબિંબિત કરે છે. નેટ સ્કોર ગયા મહિને +2 હતો, જે ચાલુ મહિને ઘટીને +1 થયો હતો. છેલ્લાં ચાર મહિનામાં વિવેકાધિન ખર્ચ માટે સેન્ટિમેન્ટ ટકાવારીમાં સૌથી વધુ વધારો દર્શાવે છે.
· વિટામિન, ટેસ્ટ, સ્વસ્થ ભોજન જેવી આરોગ્ય સાથે સંબંધિત ચીજવસ્તુઓ માટે ખર્ચ 33 ટકા પરિવાર માટે વધ્યો છે. આ ગયા મહિનાથી વપરાશમાં 6 ટકા સુધીના ઘટાડાને પ્રતિબિંબિત કરે છે. હેલ્થ સ્કોર નકારાત્મક રીતે વ્યક્ત થાય છે એટલે કે આરોગ્યલક્ષી ચીજવસ્તુઓ પર ખર્ચ જેટલો ઓછો તેટલું સેન્ટિમેન્ટ વધારે. આ સ્કોર ગયા મહિને -28 હતો, જે ચાલુ મહિને -22 હતો. આરોગ્યલક્ષી ખર્ચ માટે સેન્ટિમેન્ટ છેલ્લાં ચાર મહિનામાં ટકાવારીમાં સૌથી ઓછો વધારો પણ દર્શાવે છે.
· મીડિયા (ટીવી, ઇન્ટરનેટ, રેડિયો વગેરે)નો ઉપભોગ 20 ટકા પરિવારો માટે વધ્યો છે, જે છેલ્લાં ચાર મહિનાથી 1 ટકા સુધી ઘટાડાને પ્રતિબિંબિત કરે છે, જે છેલ્લાં ચાર મહિનામાં 21 ટકા પર સાતત્યપૂર્ણ રહ્યો છે. કુલ નેટ સ્કોર ગયા મહિને -2 હતો, જે ચાલુ મહિને 0 હતો.
· મોબિલિટી 9 ટકા પરિવાર માટે વધી છે, જે ગયા મહિનાથી 2 ટકા સુધીના વધારાને પ્રતિબિંબિત કરે છે. કુલ મોબિલિટી નેટ ઇન્ડિકેટર સ્કોર, જે ગયા મહિને +2 હતો અને ચાલુ મહિને પણ એટલો જ જળવાઈ રહ્યો છે.