યમનના ઓઇલ પોર્ટ પર યુએસના હુમલામાં ૭૪ લોકો માર્યા ગયા

દુબઈ, યમનના બળવાખોર સંગઠન હુથીના કબજાવાળા એક ઓઇલ પોર્ટને ટાર્ગેટ બનાવીને કરાયેલા અમેરિકાના હુમલામાં ૭૪ લોકો માર્યા ગયા છે અને ૧૭૧ અન્ય લોકો ઘાયલ થયા છે.
હુથીએ જણાવ્યું કે, આ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બળવાખોરોને ટાર્ગેટ બનાવીને શરુ કરેલા નવા અભિયાન અંતર્ગતનો સૌથી ઘાતક હુમલો છે. ૧૫મી માર્ચથી શરૂ થયેલા ટ્રમ્પના અભિયાનના નુકસાનનું આકલન કરવું મુશ્કેલ છે. અમેરિકાના સૈન્યના સેન્ટ્રલ કમાન્ડે કરેલાં હુમલામાં કેટલા લોકો માર્યા ગયા છે, તે અંગેની કોઈ જાણકારી આપી નથી.
મીડિયા અહેવાલ મુજબ, રાસા ઇસા ઓઇલ પોર્ટ પર મોડી રાત્રે અમેરિકાની સેનાએ હવાઈ હુમલા અંતર્ગત બોંબ ફેંક્યા હતા. આ હુમલાના ફૂટેજ હૌથીએ રિલીઝ કર્યા છે. એક નિવેદનમાં સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે, અમેરિકાની સેનાએ ઈરાન સમર્થિત હૌથી આતંકવાદીઓ માટે ઈંધણનો આ સ્ત્રોત ખતમ કરવા અને તેમને ગેરકાયદે આવક રળતા બંધ કરવાના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી છે.
આ પોર્ટ દ્વારા આતંકવાદી સંગઠન હૌથી ૧૦ વર્ષથી આર્થિક રીતે મજબૂત થયું છે.જોકે, અપ્રત્યક્ષ રીતે અમેરિકાની સેનાએ કહ્યું કે, આ હુમલાનો ઉદ્દેશ્ય યમનના લોકોને નુકસાન પહોંચાડવાનો ન હતો. જોકે, અન્ય કોઈ પ્રકારની ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યાે છે.
ઉલ્લેખનીય છે કે, આતંકવાદી સંગઠન હૌથી ઈરાન સમર્પિત છે અને ઈઝરાયેલનું શત્› છે. યમનના હોદ્દેદા પ્રાંતમાં રાતા સમુદ્રના કિનારે આવેલાં રાસા ઈસા પોર્ટ પર ત્રણ ઓઈલ ટેન્કો અને રિફાઈનિંગ ઉપકરણો છે.SS1MS