Western Times News

Gujarati News

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૪૩ નવા કેસ

નવી દિલ્હી, સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ફરી એક વખત ઉથલો માર્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૪૩ નવા કેસ નોંધાતા એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૩,૯૯૭ થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શુક્રવારે કોરોનાના કારણે ૭ લોકોના મોત થઈ ગયા હતા. જેમાં કેરળથી ૩, કર્ણાટકથી ૨ અને તમિલનાડુ તથા છત્તીસગઠથી ૧ ડેથ રિપોર્ટ થઈ છે.

કોવિડ-૧૯ના નવા વેરિયન્ટ જેએન.૧ની એન્ટ્રી બાદથી સંક્રમણમાં ઉછાળો નોંધાયો છે. અલગ-અલગ રાજ્યોમાં તેને લઈને સતર્કતા સાથે સબંધિત નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.

તાજેતરના દિવસોમાં ઠંડી અને કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે સંક્રમણના કેસોમાં વધારો થયો છે. ૨૦૨૦ની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં લગભગ ૪ વર્ષમાં દેશભરમાં ૪.૫ કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

તેનાથી ૫.૩ લાખથી વધુ લોકોના મોત થયા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪.૪ કરોડ થઈ ગઈ છે.

નેશનલ રિકવરી રેટ ૯૮.૮૧% છે. દેશમાં કોવિડ-૧૯ વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૨૨૦.૬૭ કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.

દેશમાં જેએન.૧ ના અત્યાર સુધીમાં કુલ ૧૬૨ કેસ નોંધાયા છે. તેમાંથી કેરળમાં સૌથી વધુ ૮૩ લોકો સંક્રમિત છે જ્યારે ગુજરાત ૩૪ કેસ સાથે બીજા સ્થાને છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.