Western Times News

Gujarati News

દેશ ”ગુલામીની માનસિકતાથી મુક્તિ”નો સંકલ્પ કરીને આગળ વધી રહ્યો છે

Un-seen possibilities search કરી untouched areas explore કરીને unimagined solutions શોધ કરીએ : વડાપ્રધાન મોદી

ગુજરાત સહીત તમામ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીના કલાકારો સાથે 74-મા ગણતંત્ર દિવસ સમારોહની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાને ”પીએમ હાઉસ” ખાતે મુલાકાત કરી NCC-NSS કેડેટ્સને સંબોધિત કર્યા

નવી દિલ્હી, ”યુવાનોમાં ઉર્જા, તાજગી, જોશ, ઝનૂન અને કૈક નવું કરવાની ભાવના હોય છે. વળી,  યુવાઓ આઝાદીના આ અમૃતકાળમાં દેશની આકાંક્ષા અને સ્વપ્નનાઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે”; તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74-મા ગણતંત્ર દિવસ સમારોહની પૂર્વ સંધ્યાએ તા.25 જાન્યુઆરી, 2023ના રોજ ગુજરાત સહીત તમામ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીના કલાકારો અને પ્રતિનિધિઓ તેમેજ NCC-NSS કેડેટ્સને નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સંબોધિત કરતી વેળા જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નિવાસસ્થાન ખાતે આયોજિત આજની મુલાકાતમાં ગુજરાતની ઝાંખી સાથે જોડાયેલા કલાકારોની સાથે રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહેલા માહિતી નિયામકશ્રીની કચેરીના અધિકારીઓ શ્રી પંકજ મોદી અને શ્રી સંજય કચોટ પણ હાજર રહયા હતા. આ પ્રસંગે તમામની સાથે વડાપ્રધાનશ્રી અને વરિષ્ઠ મંત્રીશ્રીઓએ તસવીર લઈને સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

આજે દેશ સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, મેક-ઈન-ઇન્ડિયા, આત્મનનિર્ભર ભારત જેવા સંખ્યાબંધ અભિયાનો ચલાવી રહ્યો છે. સ્પેસથી લઈને પર્યાવરણ તથા કલાઇમેટ સાથે જોડાયેલા ઘણા પડકારો સામે ભારત આજે સમગ્ર વિશ્વના ભવિષ્ય માટે કામ કરી રહ્યું છે ત્યારે યુવાનનોને આ તમામ અભિયાનોમાં જોડાઈ જવા માટે વડાપ્રધાને તમામ યુવાનનોને આપી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,  કલાઇમેટ ચેન્જ સાથે જોડાયેલા એક પડકારને વાચા  આપતા વિષય આધારિત જ એક ઝાંખીને ગુજરાત રાજ્ય આવતીકાલે  નવી દિલ્હીના ”કર્તવ્ય પથ” ખાતેથી નીકળનારી રાષ્ટ્રીય પરેડમાં રજુ કરશે. ગુજરાતની ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત નીકળનારી આ સાંસ્કૃતિક ઝાંખીને નિહાળવાની દેશવાસીઓમાં ભારે ઉત્સુકતા રહેશે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ યુવાનોને Un-seen possibilities search કરી untouched areas explore કરીને unimagined solutions ને શોધવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું.

આજે  આયોજિત આ સત્તાવાર મુલાકાતમાં વડાપ્રધાનશ્રી  નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય આદિજાતિ વિકાસમંત્રીશ્રી અર્જુન મુંડા, કેન્દ્રીય યુવા-રમતગમત અને માહિતી-પ્રસારણમંત્રીશ્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રીશ્રી અજય ભટ્ટ તેમજ ડિરેક્ટર જનરલ, એનસીસી  ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.