Western Times News

Gujarati News

75 ઈજનેર અને 67 કલાર્કની ભરતી જામનગર મનપામાં રદ કરાતાં ચકચાર

જામનગર, જામનગર મનપા લાંબા સમયથી ઓછા સ્ટાફથી કામગીરી ચલાવી રહયું છે. મોટાભાગના અધિકારીઓ બે-બે ચાર્જમાં છે. ત્યારે તંત્રએ તા.૧ જુલાઈની બપોરે ૧ર વાગ્યાથી તા.ર૩ જુલાઈની રાત્રે ૧ર વાગ્યા સુધીમાં સરકારની ઓજ વેબસાઈટનાં માધ્યમથી ૭૦ અધિક મદદનીશ ઈજનેરની બે મીકેનીકલ અને ૩ ઈલેકટ્રીક ઈજનેર ઉમેદવારોની ભરતી યોજી હતી.

જેમાં સાતમા પગાર પંચના પગાર ધોરણ મુજબ ત્રણ વર્ષના અજમાયશી પીરીયડ સાથે ઉમેદવારોને નોકરી પર લેવા માટે એજન્સી મારફત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી. આજ રીતે ૬૭ જુનીયર કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરોની પણ ભરતી થવાની હતી જે એકાએક રદ થવાથી અનેક સવાલો ઉઠયાં છે.

અધિક મદદનીશ ઈજનેર સંવર્ગની પરીક્ષા માટે એમ.સી.યુ. ઢબે ૯૦ મીનીટની પરીક્ષા યોજાનારી હતી જેમાં ૧૦ માર્કસના ગુજરાતી, ૧૦ માર્કસના ઈગ્લીશ વ્યાકરણના પ્રશ્નો, ગુજરાતનો ઈતિહાસ, ભુગોળ, સંસ્કૃતિ ભારતનું બંધારણ અને વર્તમાન મુદાઓના ર૦ માર્કસ ટેકનીકલ અભ્યાસક્રમના ૬૦ માર્કસ મળીને ૧૦૦ માર્કસ રખાયા હતા.

આજ રીતે કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા માટે પણ ર૦ માર્કસના ગુજરાતી ર૦ માર્કસના ઈગ્લીશ વ્યાકરણના પ્રશ્નો ગુજરાતનો ઈતિહાસ, ભુગોળ, સંસ્કૃતિ ભારતનું બંધારણ અને કોમપ્યુટર વિષયના ૩૦ માર્કસ રાખવામાં આવ્યા હતા. પરંતુ જામ્યુકો. દ્વારા માત્ર ટેકનીકલ કારણોસર ભરતી હાલ રદ કરી નાખી છે. અને ત્રુટીઓ દુર કરીને ફરી ભરતી યોજાશે. તેમ જણાવાયું છે. જામ્યુ.કો. દ્વારા છેલ્લી ઘડીએ આવા નિર્ણયથી ઉમેદવારોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.