રાજકીય પાર્ટીના ૭૫ લાખ રોકડા મળ્યા હોવાનું અનુમાન
(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને બીજી બાજુ રૂપિયાની હેરાફેરીનો કેસ વધી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત મહીધરપુરા પોલીસ દ્વારા બે ઇનોવા કાર ડીટેઇન કરવામાં આવી છે. જેમાં ૭૫ લાખની કેસ મળી આવી છે.
⚡ Authorities found INR 75 lac in the vehicle of Gujarat Congress leader B M Sandeep, after which he ran to save himself #Video#UnsuspendKreatelyMedia#GujaratElection2022 pic.twitter.com/hEWJyTH8RB
— Kreately (@KreatelyStrong) November 24, 2022
પોલીસની પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમનો કોંગ્રેસ પાર્ટી સાથે કનેક્શન હોવાનું તારણ સામે આવ્યું છે. મહત્વનું છે કે, સુરતની મહીધરપુરા પોલીસ દ્વારા બે ઇનોવા કાર ડીટેઇન કરવામાં આવી હતી. જેમાં તપાસ કરતા ૭૫ લાખ રૂપિયાની કેશ મળી આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમનું કોંગ્રેસ પાર્ટી સાથે કનેક્શન હોવાનું પોલીસ માની રહી છે. આ સિવાય મહારાષ્ટ્ર પાસિંગની કારમાંથી લાખોની રોકડ મળી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે રોકડ રકમનું કોંગ્રેસ સાથે કનેક્શન હોઈ શકે છે, કારણ કે કારમાંથી કોંગ્રેસની પત્રિકાઓ મળી આવી છે.
એટલું જ નહીં, રાહુલ ગાંધીની સભામાં ફૈંઁ કાર પાર્કિંગના પાસ પણ મળ્યાં છે. મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, મુંબઈ પાસિંગની કારમાં રૂપિયા લઈને આવેલા બે વ્યક્તિની હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
બંને વ્યક્તિમાં એક રાજસ્થાન અને એક વ્યક્તિ રાંદેરનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમ રાજકીય પાર્ટી માટે હોવાનું અનુમાન છે. દારૂની હેરફેર ન થાય તે માટે પોલીસે રાજ્યની તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
નોંધનીય છે કે, આ અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. ફરી એક વાર આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. અગાઉ ગીર સોમનાથમાં ચૂંટણી સમયે જ સ્ન્છ લખેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. દીવ તરફથી આવતી સ્ન્છ લખેલી કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો.