સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ ખાતે ૭૫માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ, બાકરોલમાં “વિકસિત ભારત @ ૨૦૪૭” થીમ અંતર્ગત ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનું આયોજન સંસ્થાના ચેરમેન શ્રીગિરીશ પટેલ તથા સેક્રેટરીશ્રી શીતલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં અને દેશવાસીઓમાં દેશપ્રેમ જગાડવાનો હતો.
આ પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી.એન.એસ.પરમાર (રીટાયર્ડ પ્રોફેસર બી.જે.વી.એમ કોલેજ વિદ્યાનગર) ઉપસ્થિત રહ્યા હતા તેઓના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. અને તેમની સાથે સેક્રેટરી શ્રી શીતલ પટેલ હાજર રહ્યા હતા. શ્રી. એન. એસ. પરમાર સાહેબે તેમના વક્તવ્યમાં દેશની ઉજાગર કરવાની વાત કરી હતી સાથે સાથે ભારત જ્ઞાનગુરુ બનવા જઈ રહ્યું છે
ત્યારે ભારત દેશના વિકાસની પણ વાત કરી હતી આઝાદી પહેલા ભારત દેશના ક્રાંતિવીરોએ કેવા સંઘર્ષ કરી ભારત દેશને સ્વતંત્ર કર્યો તેનું સંપૂર્ણ વર્ણન કર્યું તથા વક્તવ્યની સાથે સૌને પ્રજાસત્તાક પર્વના અભિનંદન પાઠવીને એક ભારતવાસીઓને એક સંદેશ આપ્યો હતો કે “ભારત કો જાનો, ભારત કો માનો ઔર ભારત કો પહેચાનો”.
આ ઉપરાંત “વિકસિત ભારત @ ૨૦૪૭” ની થીમ ૫૨ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પેકના વિધાર્થીઓએ ડાન્સ અને વક્તવ્ય રજૂ કર્યા હતા. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે એન. સી. સી. કેડેટ્સે પરેડ રજૂ કરી હતી. તેમજ વિકસિત ભારત અંતર્ગત શપથ પણ લેવામાં આવી હતી. તેમજ 26 જાન્યુઆરી અંતર્ગત ઇન્ટર કોલેજ કોમ્પિટિશન પણ રાખવામાં આવી હતી તેના સર્ટિફિકેટ અને ટ્રોફી વિજેતાઓને એનાયત કરવામાં આવી હતી.
મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યશ્રીઓનું પણ ઘણું યોગદાન રહ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પેક કર્મચારીઓનું મહત્વનું યોગદાન રહ્યું હતું .આ ૭૫માં પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન સ્પેક-કેમ્પસની ભગીની સંસ્થા બી.એડ.વિભાગ ધ્વારા કરવામાં આવ્યું હતું જેમાં, બી.એડ.વિભાગના આચાર્ય ડૉ.પ્રભાત કાસરા એમજ આઈ.ક્યુ. એ.સી કો-ઓર્ડીનેટર ડો. આરતી પટેલ મેડમ, કલ્ચરલ કોઓર્ડીનેટર ડોક્ટર શીતલ સોની મેડમ તથા તેમની ટીમનું યોગદાન રહેલ હતું.
આ પ્રજાસત્તાક પર્વની સફળતા માટે સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ ભાવિન પટેલ તેમજ વિવિધ કોલેજોના ડાયરેકટરશ્રીઓ અને આચાયૅશ્રીઓ દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.