76 વર્ષીય બીમાર વૃદ્ધ મહિલા માટે દવા પહોંચાડતા કચ્છ પોલીસ અધિક્ષક

લોકોની સુરક્ષા કરતી પોલિસની જવાબદારી કોરોનાના કહેર બાદ વધી ગઈ છે. પોલિસના જવાનોને રાત દિવસ એક કરીને લોકોને સમજાવીને પોતાના ઘરમાં રહેવા માટે સમજાવવું પડે છે. તેમજ જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે લોકોને મદદ પણ કરવી પડે છે. આવા કપરા સમયમાં વૃધ્ધોને મદદ કરવા માટે ગુજરાત પોલિસના જવાનો હંમેશા તત્પર હોય છે.
કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયા સા. દ્વારા મુન્દ્રાના એક પત્રી ગામમાં એકલા રહેતા એક 76 વર્ષીય બીમાર વૃદ્ધ મહિલા માટે દવા લઈ બીમાર વૃદ્ધાના ઘેર પહોચીને તેમને દવાઓ આપી અને કોઈ પણ જરૂરિયાત હોય તો સ્થાનિક પોલીસ અથવા પોતાનો સંપર્ક કરવા જણાવ્યું હતું.