Western Times News

Gujarati News

76મા ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રેલવે અમદાવાદ મંડળ પર

પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ પર 76મા ગણતંત્ર દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. મંડળ રેલ પ્રબંધક  શ્રી સુધીર શર્માએ અમદાવાદ સ્થિત રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ સાબરમતી ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ધ્વજને સલામી આપી.

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ, સ્કાઉટ્સ અને ગાઇડ્સ અને સિવિલ ડિફેન્સ દ્વારા ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને મંડળ રેલ પ્રબંધક ને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પછી, શ્રી શર્માએ તમામ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને ગણતંત્ર દિવસ ની શુભેચ્છા પાઠવી તથા પશ્ચિમ રેલવે ના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રનો સંદેશ વાંચ્યો અને વર્ષ 2024 દરમિયાન પશ્ચિમ રેલવે ની સિદ્ધિઓ વિશે વિગતવાર માહિતી આપી

અને કહ્યું અમદાવાદ મંડળે કલોલ-ગાંધીનગર સેક્શન પર સિંગલ લાઇન પર બોક્સ પુલિંગ પદ્ધતિ દ્વારા માત્ર 48 કલાકમાં રોડ અંડર બ્રિજ બનાવીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી, જે ભારતીય રેલવે માં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે. 730 મેટ્રિક ટન વજન ધરાવતું, આ બોક્સ સમગ્ર ભારતીય રેલવે પર લાવવામાં આવેલા સૌથી ભારે બોક્સમાંનું એક હતું. આ પ્રસંગે, આ કાર્ય ને આટલા ઓછા સમયમાં પૂર્ણ કરવા બદલ સમગ્ર ટીમના ધીરજ, સમર્પણ અને યોગદાનની પ્રશંસા કરી.

આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગવાયેલા દેશભક્તિના ગીતો અને નૃત્યોએ દરેકના હૃદયને રાષ્ટ્રીય એકતાની ભાવનાથી ભરી દીધું. મંડળ રેલ પ્રબંધકે આ દરમિયાન વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારા 62 રેલવે કર્મચારીઓને પ્રમાણપત્રો અને મેડલ આપીને સન્માનિત કર્યા.

76 મા ગણતંત્ર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, અમદાવાદના પ્રમુખ શ્રીમતી સંગીતા શર્માએ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા 75 બાળકોને પુરસ્કાર આપ્યા સાથે જ લકવો અને કિડની ફેલિયર જેવી ગંભીર રોગોથી પીડાતા બે રેલ્વે કર્મચારીઓના પરિવારજનો ને 30-30 હજાર રૂપિયા ની આર્થિક સહાયતા પૂરી પાડી.

સાથે જ આજે આ સંસ્થા દ્વારા અમદાવાદ મંડળ ના વિવિધ દવાખાનાઓ અને ગાંધીધામ હોસ્પિટલન માટે કુલ 10 એક્વાગાર્ડનું દાન કર્યું તથા સંસ્થા દ્વારા  મંડળ  હોસ્પિટલ સાબરમતીના ઓપરેશન થિયેટર માટે એક 10 કિલોગ્રામનું ટોપલોડેડ વોશિંગ મશીન પણ દાન કર્યું.

આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ મંડળ ના પ્રમુખ શ્રીમતી સંગીતા શર્મા અને તેમની ટીમ, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી દયાનંદ સાહુ, અપર મંડળ રેલ પ્રબંધક  શ્રી લોકેશ કુમાર તમામ વિભાગોના શાખા અધિકારી સહીત રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ તેમના પરિવારના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.