દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૭૪ નવા કેસ, બેનાં મોત
નવી દિલ્હી, ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૭૪ કેસ નોધાયા છે અને બે સંક્રમિત દર્દીઓના મૃત્યું થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાયલ અનુસાર, કોરોનાની દર્દીઓની સંખ્યા ૪,૧૮૭ પર પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં તમિલનાડુ અને ગુજરાતમાં એક-એક કોરોનાના દર્દીનું મોત થયું છે.
દેશમાં કોરોનાના સંક્રિય કેસની સંખ્યા વધીને ૪,૧૮૭ પહોંચી ગઈ છે. જેમાં ૯૨ ટકા દર્દીઓ ઘરે રહીને સારવાર લઈ રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં ઉપલબ્ધ આંકડા દર્શાવે છે કે, નવા જેએન.૧ વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા નથી, સાથે હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુદરમાં વધારો થયો નથી. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કારણે એપ્રિલ-જૂન ૨૦૨૧માં મહામારી ખૂબ જ ખતરનાક સ્થિતિએ પહોંચી હતી. તે દરમિયાન ૭મી મે ૨૦૨૧માં દેશમાં એક જ દિવસમાં કોરોનાના ૪,૧૪,૧૮૮ નવા કેસ અને ૩,૯૧૫ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.
વર્ષ ૨૦૨૦ની શરૂઆતથી છેલ્લા ચાર વર્ષમાં દેશભરમાં ૪.૫ કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે અને ૫.૩ લાખથી વધુ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈ અનુસાર, અત્યાર સુધીમાં ૪.૪ કરોડથી વધુ લોકો સંક્રમણમાંથી સ્વસ્થ થયા અને રિકવરી રેટ ૯૮.૮૧ ટકા છે. SS2SS