Western Times News

Gujarati News

78 % ભારતીયોનું માનવું છે કે તેમના નાણાકીય આયોજનમાં વીમો મહત્વપૂર્ણ હિસ્સો

એસબીઆઇ લાઇફનો ફાઇનાન્સિયલ ઇમ્યુનિટી સર્વે 2.0-માર્ચ 2020 બાદ અનુક્રમે 44 %અને 46 %ભારતીયોએ લાઇફ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રથમવાર ખરીદ્યા છે

·         80 %ભારતીયો ફિઝિકલ ઇમ્યુનિટી બાબતે સજ્જ હોવાનો વિશ્વાસ રાખે છે અને તેમાંથી 74 %એ રસીના બે ડોઝ લીધા છે

·         ભારતીય માટે ત્રણ મુખ્ય ચિંતાઓ

o    59 %ને તબીબી-સારવારના ખર્ચમાં વધારાની ચિંતા

o    59 %ને નોકરીમાં અસ્થિરતાની ચિંતા

o    58 % વ્યક્તિગત-પરિવારના સદસ્યોની આરોગ્ય અંગે ચિંતિત

·         57 % ભારતીયોનું માનવું છે કે નાણાકીય સજ્જતા નાણાકીય સલામતી અને સ્થિરતાને સમાન છે

·         4માંથી 3 ભારતીયોનું માનવું છે કે જાન્યુઆરી 2021 બાદ તેમની બચત-રોકાણમાં વધારો થયો છે અને તેમાંથી 50 % સેવિંગ્સ-ઇન્વેસ્ટમેન્ટ્સ-ઇન્સ્યોરન્સમાં રોકાણની યોજના ધરાવે છે

·         ભારતીયોનું વીમા કવચ ઓછું છે અને વ્યક્તિગત વાર્ષિક આવકનો રેશિયો માત્ર 3.8 ગણો રહ્યો છે, જે વાર્ષિક આવકના 10 ગણાથી 25 ગણાની તુલનામાં ઘણો ઓછો છે

·         70 % ભારતીયોનું મક્કમપણે માનવું છે કે જીવન સંબંધિત મહત્વપૂર્ણ સીમાચિહ્નો હાંસલ કરવા બબાતે જીવન કવચમાં સતત વધારો થવો જોઇએ

<City>, 12 જાન્યુઆરી, 2022:દેશની સૌથી વિશ્વસનીય ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સે વધુ એક વ્યાપક ગ્રાહક સર્વે ધ ફાઇનાન્સિયલ ઇમ્યુનિટી સર્વે 2.0 રજૂ કર્યો છે, જે કોવિડ બાદના વિશ્વમાં નાણાકીય સજ્જતાઓ પ્રત્યે ગ્રાહકોના ઉભરતાં અભિગમ અંગે ઊંડી સમજ આપે છે. એસબીઆઇ લાઇફે આ સર્વે નિલ્સનઆઈક્યુ (ઈન્ડિયા) પ્રા.લિ., કંપની સાથે મળીને હાથ ધર્યો હતો, જે અંતર્ગત સમગ્ર ભારતને આવરી લેતાં 28 મહત્વપૂર્ણ શહેરોના 5,000 ઉત્તરદાતાઓ સુધી પહોંચવામાં આવ્યું હતું.

હાલમાં ચાલી રહેલી મહામારીની પૃષ્ઠભૂમિમાં મોટાભાગના ભારતીયોને વિશ્વાસ છે કે દેશ કોઇ પરિસ્થિતિ અથવા સંભાવિત 3જી લહેરને પાર કરી લેશે. આ પરિસ્થિતિમાં આગળ વધી જવાનો વિશ્વાસ આશ્ચર્યજનક નથી કારણકે 80 % ભારતીયોનું મક્કમપણે માનવું છે કે રસીના એક અથવા બે ડોઝ લીધા બાદ ફિઝિકલ ઇન્યુનિટી સાથે તેઓ સજ્જ છે. જોકે, 38 % ભારતીયોનું માનવું છે કે આગામી ત્રણ મહિનામાં પરિસ્થિતિ ખરાબ હબની શકે છે અને તેમની ટોચની ત્રણ ચિંતાઓમાં (1) વધતા તબીબી/સારવાર ખર્ચ (2) નોકરીમાં અસ્થિરતા (3) પરિવાર અને પોતાના આરોગ્ય સંબંધિત ચિંતાઓ સામેલ છે.

આ સર્વેના તારણોમાં મહામારીને કારણે આવક ઉપર અસરને કારણે ગ્રાહકો દ્વારા દર્શાવાયેલી મુખ્ય ચિંતાઓને ડિકોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં 79 % ભારતીયોએ આકમાં ઘટાડાનો સામનો કર્યો છે તેમજ એખ તૃતયાંશ હજૂ પણ આવકમાં ઘટાડાનો સામનો કરી રહ્યાં છે. 64% ભારતીયોનું માનવું છે કે બચત કરવી, લેઝર ટ્રાવેલિંગ, બાળકોને શિક્ષણ પ્રદાન કરવા જેવી મહત્વપૂર્ણ બાબતોને અસર થઇ છે.

કોવિડ-19 અને તેની આસપાસની અનિશ્ચિતતાઓને જોતાં નાણાકીય સજ્જતાની મહત્વતામાં વધારો થયો છે અને 57 % ભારતીયો તેને નાણાકીય સુરક્ષા અને વ્યક્તિગત/પરિવારની સ્થિરતા જાળવવા સાથે જોડે છે. 78 % ભારતીયોનું માનવું છે કે જીવન વીમો તેમના એકંદર નાણાકીય આયોજનની પ્રક્રિયામાં ખૂબજ મહત્વપૂર્ણ છે. વીમાની મહત્વતાને સમજતાં 46 %એ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદ્યો છે અને 44%એ કોવિડ-19 દરમિયાન પ્રથમવાર જીવન વીમો ખરીદ્યો છે. ભારતીયો વીમાની મહત્વતાને સમજતા હોવા છતાં વીમાનું પ્રમાણ ઓછું છે કારણકે તેમનું વીમા કવચ તેમની વાર્ષિક આકના 3.8 ગણું છે, જે તેમની વાર્ષિક આવકના ભલામણ કરાયેલા 10 ગણા અથવા 25 ગણાની નજીક પણ નથી.

ગ્રાહકો નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને તેમના ફાઇનાન્સિયલ ઇમ્યુનિટી સ્કોરનું જાતે મૂલ્યાંકન કરી શકે છેઃ https://www.sbilife.co.in/financialimmunity

આ સર્વે લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સના ઝોન 1 પ્રેસિડેન્ટ શ્રી એમ. આનંદે કહ્યું હતું કે, મહામારીની ગ્રાહકોના અભિગમ ઉપર જબરદસ્ત અસર થઇ છે તથા નાણાકીય સજ્જતા પ્રત્યે ભારતીયોની વર્તણૂંકમાં નોંધપાત્ર સકારાત્મક બદલાવ આવ્યો છે. એસબીઆઇ લાઇફનો ફાઇનાન્સિયલ ઇમ્યુનિટી સર્વે 2.0 ગ્રાહકોની ઉભરતી વર્તણૂંક અને મજબૂત નાણાકીય સજ્જતા હાંસલ કરવા તેમના પ્રયાસોને સમજવાનો વધુ એક પ્રયાસ છે. મહામારીની બીજી લહેર બાદ નાણાકીય સજ્જતા સૌથી મોટી ચિંતા રહી છે અને પ્રિયજનોના નાણાકીય ભવિષ્યની સલામતી માટે મોટાભાગના ભારતીયોનું માનવું છે કે તેમની ચિંતાનો સામનો કરવામાં વીમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

 

તેમણે ઉમેર્યું હતું કે, એસબીઆઇ લાઇફ ખાતે અમે લોકોના જીવનને સુરક્ષિત રાખવામાં વિશ્વાસ રાખીએ છીએ તથા આ ગ્રાહક અભ્યાસ આપણને સૂચવે છે કે કેવી રીતે ભારતીયો કોવિડ 19ની પૃષ્ઠભૂમિમાં તેમની ફિઝિકલ અને નાણાકીય સજ્જતા વિશે વિચાર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.