ભારતમાં એક સપ્તાહમાં કોરોના કેસોમાં ૭૮%નો વધારો નોંધાયો
નવી દિલ્હી, ભારતમાં ફરી એકવાર કોરોના મહામારીએ માથુ ઉંચક્યું છે. કોવિડ-૧૯ના સંક્રમણના કેસો અને મૃત્યુદર સતત વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શનિવારના હેલ્થ રિપોર્ટની વાત કરીએ તો દેશમાં ૧૮૯૦ એક્ટિવ કેસ જાેવા મળ્યા હતા. જે ૨૧૦ દિવસો દરમિયાન નોંધાયેલા કેસોની સંખ્યામાં સૌથી વધારે હતા.
રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં છેલ્લા એક સપ્તાહમાં કોવિડ કેસોમાં ૭૮ ટકાનો વધારો નોંધાયો છે. આ દરમિયાન મૃતકોની સંખ્યા પણ વધીને ૨૯ થઈ ચૂકી છે. અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરલ જેવા રાજ્યોમાં સતત કેસ વધી રહ્યા છે. જાણો સમગ્ર દેશમાં શું સ્થિતિ છે.
ઓક્ટબર ૨૨ પછી દેશમાં સૌથી વધુ કેસ શનિવારે નોંધાયા હતા. આ દરમિયાન ૧૯૮૮ નવા સંક્રમણના દર્દીઓ નોંધાયા હતા. ગત ૭ દિવસોની અંદર ભારતમાં ૮,૭૮૧ નવા કોરોના સંક્રમણના કેસો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ આંકડો ૪૯૨૯ આસપાસ રહ્યો હતો.
જેમાં ૭૮ ટકાનો વધારો નોંધાતા કોવિડના કેસો સતત વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૬ સપ્તાહમાં ભારતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ભારતમાં કોરોના વાઈરસ ફરી એકવાર માથુ ઉંચકીને બેઠો છે. દેશમાં દૈનિક નોંધાતા કેસોમાં સતત ૮ દિવસથી વધારો જાેવા મળી રહ્યો છે. ૭ દિવસના સરેરાશ દૈનિક કેસોમાં વધારાની વાત કરીએ તો એ ૧૨૫૪ આસપાસ રહેવા લાગ્યો છે.
જ્યારે આની પહેલા આ આંકડો ૬૨૬ને આસપાસ રહેતો હતો. બીજા સપ્તાહની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. રાજ્યમાં ૧૯૫૬ સંક્રમણના કેસો નોંધાયા છે. અગાઉના આંકડાઓ પર નજર કરીએ તો એમાં ૬૮ ટકાનો વધારો નોંધાયો છે.
ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, હિમાચલ અને ગોવામાં પણ એક્ટિવ કેસ અને સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. આ તમામ રાજ્યોમાં ઓછામાં ઓછા ૧૦૦ કેસો સરેરાશ આવી રહ્યા છે.SS1MS