ચીનના ૩૧ રાજ્યો પર ૭૮૨ લાખ કરોડનું દેવું
(એજન્સી)બેઈજિંગ, પાકિસ્તાન-શ્રીલંકા જેવા દેશોને પોતાના દેવાની જાળમાં ફસાવનાર ચીન પણ હવે આર્થિક મંદીના સકંજામાં સપડાતું જાેવા મળી રહ્યું છે. ત્યાં ૩૧ રાજ્યો પર ૭૮૨ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારી કરી રહેલું ચીન પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
ત્યાંના ઘણા રાજ્યો પર દેવું તેના જીડીપીના લગભગ ૪૪% થઈ ગયું છે. રાજ્ય સરકારો પર લગભગ ૫.૧૪ લાખ કરોડ ડોલરનું દેવું છે જાે આ રકમ રૂપિયામાં ગણવામાં આવે તો આ દેવું ટ્રિલિયન રૂપિયાનું થશે. ચીનના ૩૧ રાજ્યો પર ૭૮૨ લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
ત્યાં વ્યાપક આર્થિક મંદી પાછળનું મુખ્ય કારણ કોરોના મહામારીના કારણે બગડતી પરિસ્થિતિ હોવાનું કહેવાય છે. ચીનમાં પ્રાંતો અને સ્થાનિક સરકારો આર્થિક મંદી અને જમીનના વેચાણથી થતી આવકમાં ઘટાડાને કારણે શરમજનક પરિસ્થિતિનો સામનો કરી રહી છે.
ઘણા આર્થિક નિષ્ણાતોએ ચીનની આ સ્થિતિઓને શ્રીલંકા, પાકિસ્તાન, તુર્કી જેવા દેશો સાથે જાેડીને જાે છે. કારણ કે, આ તમામ દેશો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે આ તમામ દેશોને લોન ચીને આપી હતી.
તમને જાણીને નવાઈ લાગશે કે એક તરફ જ્યાં ચીનના રાજ્ય દેવાના બોજ હેઠળ જઈ રહ્યા છે તો બીજી તરફ શી જિનપિંગની આગેવાની હેઠળની સરકાર અન્ય દેશોને લોન આપીને દુનિયામાં પોતાનો ધાક જમાવવાનો પ્રયાસ કરી રહી છે. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવા માટે ચીને હવે ગરીબ અથવા મધ્યમ આવક ધરાવતા દેશોને લોન આપવાના મામલે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) સાથે સ્પર્ધા શરૂ કરી છે.