7એનઆર રિટેલનો 16.33 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ 6 સપ્ટેમ્બરે ખૂલશે
રાઈટ્સ ઈશ્યૂ શેરદીઠ રૂ. 1.4નો રહેશે જે બીજી સપ્ટેમ્બરે શેરના બંધ ભાવથી 16.5 ટકા ડિસ્કાઉન્ટ ભાવે છે. રાઈટ્સ ઈશ્યૂ 06 સપ્ટેમ્બરે ખૂલશે અને 20 સપ્ટેમ્બરે બંધ થશે
અમદાવાદ, હોલસેલ અને રિટેલ સેગમેન્ટમાં કાપડ અને વસ્ત્રોના વેપારના વ્યવસાય સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત 7એનઆર રિટેલ લિમિટેડની અગ્રણી કિડ્સ વેર બ્રાન્ડ ‘જિની એન્ડ જોની’ના ઉત્પાદકો તેના 06 સપ્ટેમ્બર, 2022ના રોજ તેમનો રૂ. 16.33 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ લઈને આવી રહ્યા છે.
આ રાઈટ્સ ઈશ્યૂ દ્વારા એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ કંપનીની વિસ્તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા, કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે જરૂરી કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે. રાઇટ ઇશ્યૂ પ્રતિ શેર રૂ.1.4ની કિંમતે ઓફર કરવામાં આવશે જે 02 સપ્ટેમ્બર, 2022ના રોજ બીએસઈ પર શેરદીઠ રૂ. 1.68ના ભાવથી 16.5% ડિસ્કાઉન્ટ કિંમતે છે. રાઈટ્સ ઈશ્યૂ 20 સપ્ટેમ્બર, 2022ના રોજ બંધ થશે.
કંપની શેરદીઠ રૂ. 1.4ના ભાવે કેશમાં રૂ. એકની ફેસ વેલ્યુ ધરાવતા કુલ 11,66,95,000 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે જેનું મૂલ્ય રૂ. 16.34 કરોડ થાય છે. 1:1ના ગુણોત્તરમાં (રેકોર્ડ તારીખ મુજબ, કંપનીના લાયક ઇક્વિટી શેરધારકો દ્વારા રાખવામાં આવેલ દરેક 1 ઇક્વિટી શેર માટે 1 ઇક્વિટી શેર ફુલ્લી-પેઈડ અપ ઇક્વિટી શેર) પ્રમાણે લાયક ઈક્વિટી શેરધારકોને રાઈટ્સ આધાર પર શેર ફાળવવામાં આવશે. ઓન-માર્કેટ હક્કોના ત્યાગ માટેની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 15, 2022 છે.
આ અંગે ટિપ્પણી કરતાં 7એનઆર રિટેલ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તારાચંદ ગંગાસહાય અગ્રવાલે જણાવ્યું હતું કે, “કંપનીએ તાજેતરના ભૂતકાળમાં પ્રોડક્ટ લાઇનને વિસ્તૃત કરવા, વધુ ચેનલ પાર્ટનર્સ ઉમેરવા વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરીને મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પહેલ કરી છે.
ફર્નિચર, ગાર્મેન્ટ્સ અને અન્ય ઉત્પાદનોના અમારી કંપનીએ રિટેલ સ્ટોર્સ સેગમેન્ટમાં અમદાવાદમાં વટવા અને મોટેરા ખાતે કંપનીએ બે નવા યુનિટ શરૂ કર્યા છે. કંપનીનું મિશન વિસ્તરણ માટે પ્રથમ અને દ્વિતીય કક્ષાના શહેરો પર વધારે ધ્યાન આપીને ભારતના વિવિધ શહેરોમાં ફ્રેન્ચાઈઝી વિકસાવવાનું અને અમારા ગ્રાહકો, શેરધારકો, કર્મચારીઓ અને સમાજ માટે મૂલ્યવાન ગુણવત્તા પ્રદાન કરવાનું છે. ઇશ્યૂથી મળનારું ફંડ કંપનીની બેલેન્સ શીટને વધુ મજબૂત બનાવશે અને તેની વ્યૂહાત્મક વૃદ્ધિ પહેલને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરશે.”
વધુમાં, કંપની રાઈટ ઈશ્યૂની આવકનો બ્રાન્ડ બિલ્ડિંગ, માર્કેટિંગ ક્ષમતાઓ મજબૂત બનાવવા, જનરલ મેઈન્ટેનન્સ, પાર્ટનરશિપ, ટાઈ-અપ્સ કે સામાન્ય વ્યવસાયિક કામગીરી દરમિયાન ઊભી થતી આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા અને ચાલુ સામાન્ય કોર્પોરેટ આવશ્યકતાઓ સહિત સામાન્ય કોર્પોરેટ હેતુઓને પૂર્ણ કરવા માટે ઉપયોગ કરવાની પણ દરખાસ્ત કરે છે.
2012માં સ્થાપિત 7એનઆર રિટેલ લિમિટેડ હોલસેલ અને રિટેલ સેગમેન્ટમાં વસ્ત્રોના વેપાર સાથે સંકળાયેલ છે. કંપની રિટેલ સેગમેન્ટમાં બાળકોના વસ્ત્રોમાં “જિની અને જોની”ના બ્રાન્ડ નામ હેઠળ તેના હાલના વિશિષ્ટ બ્રાન્ડ આઉટલેટ્સની ઈમેજ જાળવવા અને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરે છે. તાજેતરમાં કંપનીએ શૂટિંગ અને શર્ટિંગનો બિઝનેસ શરૂ કર્યો છે. કંપનીનું લાંબા ગાળાનું ફોકસ નવી પ્રોડક્ટ લૉન્ચ દ્વારા, રિટેલ હાજરીનું વિસ્તરણ કરીને વૃદ્ધિના માર્ગે આગળ વધવાનું છે.
નાણાંકીય વર્ષ 2022માં કંપનીએ રૂ. 24.29 કરોડની કુલ આવક અને રૂ. 77 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 30 જૂન, 2022ના રોજ 27.23 ટકા હતું. રાઈટ્સ ઈશ્યૂ પછી કંપનીમાં કુલ બાકી શેર જૂન, 2022ના રોજ 11,66,95,000 ઈક્વિટી શેરથી વધીને 23,33,90,000 થઈ જશે.