8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી
મતગણતરી 11 ફેબ્રુઆરીએ થશે
ચૂંટણીપંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને જાહેરાત કરી હતી. દિલ્હીમાં 14 જાન્યુઆરી 2020એ જાહેરનામુ બહાર પડશે. ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 21 જાન્યુઆરી છે. 22 જાન્યુઆરીએ ઉમેદવારીની ચકાસણી થશે. ચૂંટણી 8 ફેબ્રુઆરીએ શનિવારે યોજાશે.મતગણતરી 11 ફેબ્રુઆરીએ થશે. આ ચૂંટણી એક તબક્કામાં યોજાશે.
દિલ્હીમાં કુલ 70 વિધાનસભા સીટો છે, જેમાંથી 58 સામાન્ય અને 12 SC સીટો છે. કુલ પોલિંગ બૂથની સંખ્યા 13750 છે અે 2689 સ્થળો પર વોટિંગ કરવામાં આવશે. તો ચૂંટણી માટે જરૂરી કર્મચારીઓની સંખ્યા 90 હજાર છે. દિલ્હીમાં ગત વખતનાં ચૂંટણી પરિણામો કોને નહીં યાદ હોય. અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા પર સવાર થઈને આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી હતી અને વિરોધીનાં સૂપડાં સાફ કર્યા હતા. આમ આદમી પાર્ટીએ 2015 વિધાનસભા ચૂંટણીમાં 70માંથી 67 સીટો પર જીત મેળવી હતી, જ્યારે બીજેપીને ફક્ત 3 સીટો મળી હતી. કૉંગ્રેસ પોતાનું ખાતુ પણ નહોતુ ખોલી શકી.
હવે આચારસંહિતા દિલ્હીમાં લાગૂ થઇ જશે. સુનીલ અરોરાએ જણાવ્યું કે કેન્દ્રીય બજેટમાં આ રાજ્યને લગતી કોઇ જાહેરાત નહી કરી શકાય જેનાથી મતદારો પર પ્રભાવ પડે અને સત્તાપક્ષને ફાયદો થાય.
2015માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 સીટ મળી હતી. ભાજપે ત્રણ સીટ જીતી હતી જ્યારે કોંગ્રેસને એક પણ સીટ મળી ન હતી. 2015માં ચૂંટણીપંચે 12 જાન્યુઆરીએ દિલ્હીમાં ચૂંટણીની જાહેરાત કરી હતી, 7 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને 10 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થયા હતા.
ચીફ ઇલેક્શન કમિશ્નર સુનીલ અરોરાએ કહ્યું કે 13797 પોલીંગ બુથ બનાવવામાં આવ્યા છે. આયોગે ચૂંટણીની તૈયારી પૂર્ણ કરી છે. મીડિયા મોનિટરીંગ ટીમ બનાવવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયામાં 90 હજાર કર્મચારીઓની જરૂરત પડશે. સિનીયર સિટીઝન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 80 વર્ષની ઉપરના સિનિયર સીટીઝન પોસ્ટલ બેલેટથી પણ વોટીંગ કરી શકે છે જેના માટે તેમને નવું ફોર્મ ભરવું પડશે.દિલ્હીમાં 1 કરોડ 46 લાખ મતદાર છે.