Western Times News

Gujarati News

હિંમતનગર ચેકપોસ્ટથી બંદૂકો, ધારીયા સાથે 8 આરોપીઓ ઝડપાયા

સાબરકાંઠામાં ઘાતક હથિયારો લઈ જતાં આઠ લોકો ઝડપાયાં

હિંમતનગર, ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસ પણ એલર્ટ બની છે. સાબરકાંઠામાં ચેકપોસ્ટથી પોલીસે બંદૂકો, ધારીયા, તીરકામઠા સહિત હથિયાર સાથે આઠ આરોપીઓ ઝડપી પાડ્યા છે. ઘટનાને લઈ સાબરકાંઠા જિલ્લા પોલીસે જીણવટ ભરી તપાસ હાથ ધરી છે. આ તરફ પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ ઇસમો લૂંટ તેમજ ધાડ પાડવાના ઇરાદે જતા હોવાનું સામે આવ્યું છે.

સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠક માટે ૧૦ જેટલી વધારાની ચેકપોસ્ટો પોલીસ તંત્ર દ્વારા બનાવાઇ છે. જિલ્લામાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને સાથોસાથ બે રાજ્ય વચ્ચે પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી રોકવા માટે બનાવેલી આ ચેકપોસ્ટ હાલમાં મહત્વની બની રહી છે.

આ તરફ હિંમતનગર નેશનલ હાઇવે નંબર-૮ ઉપર ગાંભોઈ પોલીસ મથક પાસે બનાવેલી ચેકપોસ્ટથી આઠ જેટલા વ્યક્તિઓ એક જ ગાડીમાં બડોલીથી ખેડ થઈ આવી રહ્યા હોવાની બાતમી મળી હતી.

આ તરફ ચોક્કસ બાતમી આધારે આ ઇસમોને અરજણપુરા પાસે ઉભી રાખીને પૂછપરછ કરતા ગાડીમાં બેઠેલા લોકો ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા. આ તરફ પોલીસની ટીમે પણ ફિલ્મ ઢબે પીછો કરી આઠ જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા.

આ દરમિયાન ઇસમો પાસેથી બે બંદૂક સહિત આઠ જેટલા તીરકામઠા મળી આવતા પોલીસે તમામની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ તરફ એક જ ગાડીમાં આઠ જેટલા લોકો બંદૂક તેમજ તીરકામઠા જેવા ધારદાર હથિયારો કમાન્ડર ગાડીમાં જોવા મળતા પોલીસ ચોકી ઉઠી હતી. જે બાદમાં તમામ આરોપીને ગાંભોઈ પોલીસ મથકે લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા હથિયારો સાથે આટલી મોટી સંખ્યામાં ક્યાં જઈ રહ્યા હતા તે બાબતે પૂછપરછ કરતા લૂંટ તેમજ ધાડ પાડવાના ઇરાદે જતા હોવાનું ખુલતા પોલીસે તાત્કાલિક ધોરણે તમામની અટકાયત કરી છે. તમામને હાલમાં પોલીસ તમામ ઝડપાયેલા લોકોની વિગતો એકઠી કરી રહી છે.

જોકે મોટાભાગના તમામ લોકો ખેડબ્રહ્મા વિસ્તારના હોવાનું ખુલ્યું છે. સાથોસાથ લૂંટ તેમજ ધાડ પાડવા માટે હથિયારોનો ઉપયોગ કરવાનું પણ સામે આવ્યું છે. સાબરકાંઠા જિલ્લા પોલીસે ગુનો બને તે પહેલા આરોપીઓને હથિયારો સાથે રંગે હાથ ઝડપી લેવામાં સફળ બની છે ત્યારે આગામી સમયમાં તમામ મામલે હજુ પણ નવીન ખુલાસા થાય તો નવાઈ નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.