ગેરકાયદે લંડન જતાં મુંબઇ એરપોર્ટ પર ૮ની ધરપકડ

મુંબઇ, મુંબઇ પોલીસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આઠ લોકોની ધરપકડ કરી છે. આ ધરપકડ કરાયેલા તમામ લોકો પોતાને વિદ્યાર્થીને ગણાવીને લંડન જઈ રહ્યા હતા, એમાં એક વ્યક્તિએ ખુદને હરિયાણાની યુનિવર્સિટીનો પ્રોફેસર ગણાવ્યો હતો.
પોલીસે આ તમામની માનવ તસ્કરીના આરોપમાં ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ આ તમામ સોમવારે એરપોર્ટના ઇમિગ્રેશન ચેકપોઈન્ટ પર પકડાયા છે. આરોપીઓએ ખોટા ડોકયુમેન્ટ અને ખોટી માહિતી રજૂ કરીને યુકેના વીઝા મેળવ્યા હતા. આ લોકો જેદ્દાહ થઈને લંડન જઈ રહ્યા હતા. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું છે કે એજન્ટ બિટ્ટુએ પ્રત્યેક વ્યક્તિ દીઠ રૂપિયા ૨૦ લાખ માંગ્યા હતા.
ઇમિગ્રેશન અધિકારીઓને આરંભમાં બે યાત્રીઓ પાસેથી યુકેના વિઝિટર વીઝા મળ્યા, ત્યાર પછી શંકા થવા પર તમામની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આ લોકોએ જે યુનિવર્સિટીમાં જવાનો દાવો કર્યાે હતો, તે અંગેની જાણકારી માંગવામાં આવી તો એ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહીં.
જ્યારે ઈમિગ્રેશન અધિકારીઓે તેમને પૂછ્યું કે કયા કારણોસર લંડન જઈ રહ્યા છો, તો બંને યાત્રીએ ખુદને સ્ટુડન્ટ ગણાવ્યા અને કહ્યું કે હરિયાણાના હિસાર સ્થિત ઓમ સ્ટ‹લગ ગ્લોબલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ છીએ, અને સ્ટુડેન્ટ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે લંડન જઈ રહ્યા છે.
આ સાથે બંને યાત્રીએ કહ્યું કે, અમારી સાથે યુનિવર્સિટીના પ્રોફેસર વિજેન્દર પ્રેમચંદ પણ સાથે છે. આ ધરપકડ કરાયેલા તમામ આઠ આરોપીઓને આગળની કાર્યવાહી કરવા માટે પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસે તેમની સામે કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.SS1MS