પોલીસ સ્ટાફ કહી 8 નબીરાઓએ હોટલમાં જૂગાર રમવા બેઠા
હોટલમાં કર્યો એવો કાંડ કે પોલીસે મોડી રાત્રે કેમ દબોચી લીધા!!!-હોટેલ મેરીલેન્ડના માલિક સામે પોલીસ જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધશે કે કેમ…??
15 ઓગસ્ટે મુખ્યમંત્રી અને રાજ્યપાલ આવી રહ્યા છે ત્યારે હોટલની ઘોર બેદરકારી સામે અનેક સવાલ પેદા થયા છે*
અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર શ્રાવણીયા જુગારની બદીને અટકાવવા સતત બાતમીદારો સક્રિય કરી સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસા બાયપાસ રોડ પર આવેલી મેરિલેન્ડ હોટેલમાં જુગાર રમતા જીલ્લાના પૈસાદાર 8 નબીરાઓને દબોચી લેતા યુવકના મોતિયા મરી ગયા હતા
શકુનીઓને 61 હજારથી વધુ રોકડ રકમ સાથે દબોચી લીધા હતા જુગાર રમવા પહોંચેલા યુવકોએ પોલીસ સ્ટાફ કહીં હોટલમાં ગેરકાયદેસર રૂમ રાખી પત્તા ટિંચવા બેઠા હતા એલસીબી પોલીસે હોટલ મેનેજર સામે
પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા બાયપાસ રોડ પર આવેલી હોટલ મેરીલેન્ડમાં 8 યુવકોએ પોલીસ સ્ટાફના માણસો છીએનો મેનેજરને દમ મારી હોટલમાં રૂમ ભાડે રાખી જુગાર રમતા હતા જીલ્લા એલસીબી પોલીસને મેરિલેન્ડ હોટલમાં 9 શકુનિઓ જુગારની બાજી માંડી બેઠા હોવાની બાતમી મળતા હોટલમાં પહોચી
જુગાર રમી રહેલા જિલ્લાના 9 નબીરાઓને દબોચી લઈ તેમની પાસેથી રૂ.61200/- જપ્ત કરી 11 મોબાઈલ, કાર, બે મોપેડ સહીત રૂ.4.86 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
9 શકુનિઓ કોણ કોણ
1)વિજય જશવંતલાલ સુથાર (રહે, જીતપુર(મરડીયા) મોડાસા)
2) રાજદીપસિંહ કરણસિંહ રાઠોડ (રહે,માલજીના પહાડીયા-માલપુર)
3) ચિરાગ સુભાષચંદ્ર ભટ્ટ (રહે,અયોધ્યાપુરી સોસાયટી,મૂળ રહે,પુંજાપુર)
4)જીજ્ઞેશ મહેશ પ્રજાપતિ (રહે,સ્વાગત સોસાયટી, મૂળ રહે, કુડોલ)
5)જૈમિન પ્રકાશ રામી (ઋષિકેશ સોસાયટી, મોડાસા)
6)શૈલેશ ગોવિંદ પરમાર (રબારી વાસ,મૂળ રહે,ઢૂંઢિયાવાડી પાલનપુર)
7)જ્યંતી મેવા લુહાર (મહેતાવાડા-માલપુર)
8)જીગર નવીન પટેલ (દેવ ટેર્નામેન્ટ, મોડાસા)
9)જયંતિ કાલુલાલજી પટેલ (રહે,બનોડા-રાજસ્થાન)