હીરાના 8 કારીગરોને કેફી ચા પીવડાવી બેભાન કરીને લાખોના હીરા તફડાવ્યા
સુરત, કતારગામ નંદુદોશીની વાડીમાં ધર્મ ડાયમંડનો રત્નકલાકાર નાઈટ પાળીના ૮ કારીગરને ચા માં કેફી પદાર્થ પીવડાવી બેભાન કરી અંદાજ રપપ કેરેટના ર૭૦૦ નંગ હીરા કિંમતે રૂા.૧૧.૪૭ લાખની મત્તાના ચોરીને ભાગી જતા કતારગામ પોલીસ દોડતી થઈ ગઈ છે.
કતારગામના નારાયણ નગર ચાર રસ્તા નજીક મણીનગર સોસાયટીમાં રહેતો મેેહુલ નાગજીી વાણીયા ઉ.વ.૩૯ મુળ રહે. કલ્યાણપુર તા.વલ્લભીપુર જી.ભાવનગગર કતારગામ નંદુદોશીની વાડીના શ્રીરામ કોમ્પેલેક્ષમાં ધર્મ ડાયમંડ નામે કારખાનું ચલાવે છે.
ગત સવારે કારખાનાની ઓફીસનો કર્મચારી કલ્પેશ બલીરામ સરફલે રાબેતા મુજબ ૭ વાગે કકારખાને ગયો હતો. પરંતુ ઓફીસનો દરવાજાે અંદરથી બંધ હતો અને દરવાજાે ખખડાવતા છતા કોઈએ ખોલ્યો ન હતો.
જેથી કલ્પેશે તુરંત જ મેહુલને જાણ કરતા તેઓ કારખાને દોડી ગયા હતા. મેહુલે કારખાનાના સીસીટીવી ફુટેજ ચેક કરતા નાઈટ પાળીમાં કામ કરતા કારીગર નરેશ મોહન કોળી રહે. ગંગોત્રી સોસાયટી ડભોલી ચાર રસ્તા વેડ રોડ અને મુળ રાજપુરા તા. સુઈગામ, જી.બનાસકાંઠા એ સવારે ૪ વાગ્યાના અરસામં ચા બનાવી
તેમાં કોઈકે કેફી પદાર્થ ભેળવી નાઈટ પાળીના ૮ કારીગરોને ચા પીવડાવી બેભાન કર્યા હતા. ત્યાર બાદ હીરા કટીગના ચાર મશીન ઉપર મુકેલા ફોરપી અને સોઈગ હીરાનો અંદાજે રપપ કેરેટના ર૭૦૦ નંગ હીરા કિમત રૂા.૧૧.૪૭ લાખની મતાનીચોરી કરી આઠેય કારીગરને કારખાનામાં ગોધી કારખાનાને બહારથી લોક કરી ભાગી ગયો હતો.
ઘટનાને પગલે કારખાનેદાર મેહુલ વાણીયાએ છ મહીનાથી કામ કરતા કારીગર નરેશ માળી વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી. પોલીસે નરેશને પગેરું મેળવવા તેના વતન ખાતે પોલીસે ટીમ રવાના કરી છે.