દુનિયાભરમાં ગુજરાતનો ડંકો વગાડનારા ૮ મહાનુભાવોનું એવોર્ડ આપીને સન્માન કરાયું
આ એવોર્ડ સમારોહમાં શ્રી ડોકટર તેજશ પટેલ, શ્રી હેમંત ચૌહાણ, શ્રી પંકજ પટેલ, શ્રી મલ્હાર ઠાકર, શ્રીમતી કુમુદનીબહેન લાખિયા, શ્રી દિલિપ સંઘાણી, શ્રી શાહબુદ્દિન રાઠોડ, શ્રી કાર્તિકેય સારાભાઈને ‘ગુજરાત રત્ન સન્માન -૨૦૨૩’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતની અવિરત વિકાસની યાત્રામાં યોગદાન આપનારા કેટલાંક ગુજરાતના રત્નોને સન્માનિત કરવામાં આવ્યા એ સૌ માટે ગર્વની વાત -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
આજે ગુજરાત ઉધોગ રોકાણ માટે બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું, આવનારાં સમયમાં દેશમાં ચીપ ઉત્પાદન કરતું પ્રથમ રાજ્ય બનશે
અમદાવાદ ખાતે ન્યુઝ ૧૮ ગુજરાતી ચેનલ દ્વારા આયોજિત ‘ગુજરાત રત્ન સન્માન- ૨૦૨૩’ એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ એવોર્ડ સમારોહમાં દુનિયાભરમાં ગુજરાતનો ડંકો વગાડનારા ૮ ગુજરાતીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ‘ગુજરાત રત્ન સન્માન -૨૦૨૩’ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતા.
આ એવોર્ડ સમારોહમાં શ્રી ડોકટર તેજશ પટેલ, શ્રી હેમંત ચૌહાણ, શ્રી પંકજ પટેલ, શ્રી મલ્હાર ઠાકર, શ્રીમતી કુમુદનીબહેન લાખિયા, શ્રી દિલિપ સંઘાણી, શ્રી શાહબુદ્દિન રાઠોડ, શ્રી કાર્તિકેય સારાભાઈને ‘ગુજરાત રત્ન સન્માન -૨૦૨૩’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની અવિરત વિકાસની યાત્રામાં યોગદાન આપનારા ૮ ગુજરાતના રત્નોને ન્યુઝ ૧૮ ગુજરાતી ચેનલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા એ બદલ સૌને અભિનંદન પાઠવ્યાં હતાં.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે ઉતરોત્તર પ્રગતિ કરી અને અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. એટલું જ નહીં ચંદ્રયાન -૩ની સિદ્ધિને સમગ્ર વિશ્વ આવકારી રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતનાં સપૂત અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં આજે ગુજરાત દેશ અને વિદેશમાં ડંકો વગાડી રહ્યું છે. બે – અઢી દાયકામાં ગુજરાતે તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આજે ગુજરાત ઉધોગ રોકાણ માટે બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બની ગયું છે. આવનારાં સમયમાં દેશમાં ચીપ ઉત્પાદન કરતું પ્રથમ રાજ્ય બનશે એમ તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ગુજરાતની આ યાત્રા માત્ર રાજ્ય સરકારની સિદ્ધિ નથી, આમાં ગુજરાતના તમામ નાગરિકોનો ફાળો છે. ગુજરાતની આવી જ પ્રગતિમાં ફાળો આપનાર કેટલાંક ગુજરાતીઓને આજે ‘ગુજરાત રત્ન સન્માન -૨૦૨૩’ એવોર્ડથી સન્માનિત કરવામાં છે એમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.
આ એવોર્ડ સમારોહમાં અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સર્વે ધારાસભ્યો શ્રી, ન્યુઝ ૧૮ ગુજરાતી ચેનલના એડિટર શ્રી રાજીવ પાઠક , ન્યુઝ ૧૮ ગુજરાતી ચેનલના સીઈઓ તેમજ ન્યુઝ ૧૮ ગુજરાતીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.