Western Times News

Gujarati News

જામનગરમાં દારૂના ૮ દરોડાઃ બિયરના ટીન અને દારૂની ૭૩૦ બોટલો ઝડપાઈ

પ્રતિકાત્મક

જામનગર, જામનગરના કાલાવડ નાકા બહાર આવેલ સેટેલાઈટ સોસાયટી નજીકી શ્યામ રેસીડેન્સીયની શેરી નં.૧માં જીતેન્દ્ર શામજીભાઈની ખાનયા નામના મકાનમાં પોલીસે દરોડો પાડી શરાબની ૧૬૭ બોટલો મળી આવી હતી. આરોપી દરોડા પહેલા નાસી ગયો હતો.

બીજાે દરોડો શંકરટેકરી વિસ્તારામં આવેલા સુભાષપુરા ૧માં એક શખ્સ પોતાના મકાનમાં દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે દરોડો પાડી દારૂની ૩૮ બોટલો અને ૪૦ ચપલા મળી આવ્યા હતા અને દરોડા પહેલા આ આરોપી પણ ફરાર થઈ ગયો હતો.

ત્રીજાે દરોડો નાગનાથ નાકા પાસે આવેલ હાલાર હાઉસના પાર્કીગમાં પોલીસે પાડયો હતો. આ દરોડામાં ભાવેશ કાંતીભીાઈ ગોહેલ નામના શખ્સને દારૂની ૧૦ બોટલો સાથે ઝડપી લીધો હતો. ચોથો દરોડો દરેડ જીઆઈડીસી ફેસ-રના ગેઈટ પાસેથી પસાર થતી એક મોટરકારની રોકાવી ચેક કરતા તેમાંથી દારૂની ર૧૬ બોટલો સાથે કિશોર શંભુભાઈ દામા નામનો શખ્સ મળી આવ્યો હતો.

પોલીસે રૂા.૩ લાખ ૮ હજારનો મુદામાલ કબજે કર્યો છે. આ શખ્સે પોતાના સાગરીત ભીખા પરસોતમ ગોરી છે. ભીખુ માત્રનું નામ આપ્યું છે. પાંચમો દરોડો ગોવાળ મસ્જીદ વિસ્તારમાંથી પસાર થતા દિગ્વીજયીસંહ જીલુભા જાડેજા નામના રીક્ષા ડ્રાઈવરને પોલીસે રોકી ચેક કરતા તેના કબજામાંથી બીયરના નવ ટીન મળી આવ્યા હતા.

છઠ્ઠો દરોડો ચૌહાણ ફળીની શેરી નં.૩ માં આવેલ વિનોદ ભગવાનજીભાઈ ચુડાસમાના નામના શખ્સના મકાનમાં પાડવામાં આવ્યો હતો અને ત્યાંથી શરાબના ૮૦ ચપલા મળી આવ્યા હતાં. સાતમો દરોડો કાલાવડ નાકા પાસે આવેલ ગુજરાતીીવાડમાં યોગેશ લક્ષ્મણભાઈ પરમાર ઉર્ફે પોલીસે નામના શખ્સને રોકી પોલીસે તલાશી લેતા

તેની પાસેથી દારૂની પ બોટલ મળી આવી હતી. આઠમો દરોડો મહાનગર આવાસના બ્લોક નં.૧૭ના રૂમ નં.૩૦૧માં પોલીસે દરોડો પાડતા ત્યાંથી શરાબના ૭૪ ચપલા સાથે વત્સલ હેમાંશુભાઈ વસા નામનો શખ્સ મળી આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.