સુરતમાં ડેન્ગ્યૂથી છેલ્લા ૨ મહિનામાં ૮ વ્યક્તિનાં મોત થયાં
સુરત, સુરતમાં રોગચાળાને લઇ ધારાસભ્યએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. રોગચાળાના આંકડામાં સત્તત વધારો થઈ રહ્યો છે. નવી સિવિલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.
ત્યારે નવી સિવિલ તબીબ ડો જિગીષા પાટડિયાએ સ્વીકાર કર્યો છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ આ બે મહિનામાં રોગચાળામાં વધારો થયો છે. સુરતમાં ડેન્ગ્યૂથી ૨ મહિનામાં ૮નાં મોત થયા છે. સુરત મહાનગર પાલિકા અને સિવિલ હોસ્પિટલના ડેન્ગ્યુના કેસોમાં વિરોધાભાસ છે જેમાં ૪ મહિનામાં પાલિકાના ચોપડે માત્ર ૮૭ કેસ નોંધાયા છે જ્યારે સિવિલમાં ડેન્ગ્યૂના ૨૩૯ દર્દી દાખલ થયા છે.
ઓગસ્ટમાં સિવિલમાં ૧૫૫ દર્દી દાખલ થયા જ્યારે સપ્ટેમ્બરના ૧૦ દિવસમાં જ ૨૧ દર્દી દાખલ થયા છે. સાથોસાથ ખાનગી હોસ્પિટલમાં ત્રણ ગણા કેસ નોંધાય છે. ચાલુ સપ્ટેમ્બર માસના સ્મિમેર હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલમાં મલેરિયા અને ડેન્ગ્યૂના ૯૪ જેટલા કેસો નોંધાયા છે.
જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં એના કરતાં ત્રણ ગણા કેસો નોંધાઈ ચૂક્યા છે. સુરત મહાનગરપાલિકા સવા લાખ ઘરોનો સરવે રોજ કરી રહી છે. અત્યારસુધી ૨૬ લાખ ઘરોનો સરવે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો જેમાંથી ૬૭ હજાર ઘરોમાં મચ્છરોનાં બ્રીડિંગ મળી આવ્યાં. એપ દ્વારા ખાનગી હોસ્પિટલમાંથી આંકડા મંગાવવામાં આવી રહ્યા છે.
નવી સિવિલના તબીબ જિગીષા પાટડિયાએ જણાવ્યું હતું કે, રોગચાળાને લઇ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ચોમાસા બાદ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વધ્યા છે .
ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં રોગચાળો વધ્યો છે. ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના ૧૫૦ કેસો નોધાયા છે. સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના ૨૦ કેસ નોધાયા તો વર્ષ ૨૦૨૪ માં દક્ષિણ ગુજરાતમાં ૪૪૦ કેસ ડેન્ગ્યુના નોધાયા છે.
રોગચાળાના સિસ્ટમ્સ દેખાય ત્યારે તાત્કાલિક હોસ્પિટલ આવો રોગનું નિદાન કરાવો અને આપના આસપાસમાં ફેલાયેલ ગંદકીની જાણકારી પાલિકાને આપો..SS1MS