Western Times News

Gujarati News

8 પ્રોબેશનરી IAS મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

સદકર્મ અને સેવાકાર્યની સુવાસથી લોકહૃદયમાં સ્થાન મેળવવા મુખ્યમંત્રીનો અનુરોધ

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી આઈએએસ અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી. આ ૮ અધિકારીઓમાં ૭ મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમણે સરદાર પટેલ ઇÂન્સ્ટટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન-સ્પીપામાંથી ઇÂન્સ્ટટ્યૂશનલ ટ્રેનિંગ પૂર્ણ કરી છે.

આ પ્રોબેશનરી અધિકારીઓની રાજ્યના બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, પંચમહાલ અને વલસાડ તથા નર્મદા તેમજ નવસારી જિલ્લાઓમાં ફિલ્ડ તાલીમ માટે સુપર ન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફાળવણી કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોબેશનરી અધિકારીઓને ગુજરાતમાં ઉચ્ચ પદ પર સેવારત થવાની મળેલી તક દ્વારા સદકર્મ અને સેવાકાર્યની સુવાસથી લોકોના હૃદયમાં સ્થાન મેળવવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીને મળેલા આ પ્રોબેશનરી IAS અધિકારીઓએ પોતાના પરિચય અને શૈક્ષણિક કારકિર્દીની વિગતો તથા તાલીમ દરમિયાનના અનુભવોથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા. આ સૌજન્ય મુલાકાત વેળાએ સ્પીપાના ડાયરેક્ટર જનરલ મોહમ્મદ શાહિદ, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, સ્પીપાના નાયબ મહાનિયામક વિજય ખરાડી અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.