અમદાવાદ ડિવિઝનના 8 રેલવે સ્ટેશનોને ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસ સહિત અમદાવાદ ડિવિઝનના 8 રેલવે સ્ટેશનોને ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા હતા.
77માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ ડિવિઝનની ડિવિઝનલ રેલ્વે મેનેજરની કચેરી અને અમદાવાદ, સાબરમતી, ભુજ, ગાંધીધામ, મહેસાણા, વિરમગામ, પાટણ અને વડનગર રેલ્વે સ્ટેશનોને ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા છે.
DRM ઓફિસ અને અમદાવાદ રેલ્વે સ્ટેશનને પણ તિરંગાના ત્રણેય રંગોની રોશનીથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. જેના કારણે અમદાવાદ રેલવે સ્ટેશનની સુંદરતા વધુ ચમકી રહી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર તિરંગાની સાથે સ્ટેશન વિસ્તારની સુંદરતા પણ જોવા મળી રહી છે.