80 મુસાફરો ભરેલી બસને પુષ્કર નજીક અકસ્માત
અજમેર, પુષ્કરના ટિલોરા રોડ પર આજે ગુરુવાર 80 મુસાફરો સાથે નિકળેલી બસ (Bus Accident in Pushkar, Ajmer, Rajasthan) ને અકસ્માત થયો હતો જેમાં 6 શ્રધ્ધાળુઓ ઘાયલ થયા હતા. 4 શ્રદ્ધાળુઓની પ્રાથમિક સારવાર પછી રજા આપવામાં આવી છે. બસ બંગાલથી નાગૌરની બાજુ જવા નીકળી હતી. ડ્રાઇવરની સુઝબૂઝથી એક મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી.
માહિતી અનુસાર બસની બ્રેક ફેઈલ થઈ હોવાને કારણે અકસ્માત થયો હતો તેવું પ્રાથમિક સુત્રાે પરથી જાણવા મળી રહ્યુ છે. 80 લોકોથી ખચોખચ ભરેલી બસ બંગાળથી નાગૌર તરફ જઈ રહી હતી. બસની બ્રેક ફેઈલ થવાનું ધ્યાને આવતાં ડ્રાયવરે સુઝબુઝ રાખીને વિદ્યુત વિભાગની કચેરીની દિવાલ સાથે અથડાવી દીધી હતી.