Western Times News

Gujarati News

દેશમાં દરરોજ ૮૦૦૦ વખત ભૂકંપ નોંધાય છે

એક વર્ષમાં ૪૯,૦૦૦ વખત ૩.૦થી ૩.૯ની તીવ્રતાના અત્યંત હળવા કેટેગરીના ધરતીકંપ નોંધાયા છે ઃ ઉત્તરાખંડમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૭૦૦થી ભૂકંપના મોટા આચંકા આવી ચુકયા છે

તુર્કી અને સીરિયામાં આવેલા ૭.૮ની તીવ્રતાના વિનાશક ભુકંપે ભારે તબાહી મચાવી છે ત્યારે આ તીવ્ર ભૂકંપ બાદ લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે, જાે ભારતમાં પણ આવો જ જાેરદાર ભૂકંપ આવે તો શું થશે જાેકે, નિષ્ણાંતો આવી આશંકાઓને ભારત, ચીન અને નેપાળમાં મોડી રાતે ૧.પ૭ વાગ્યે ભૂકંપના જાેરદાર આચંકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૩ સુધી માપવામાં આવી. ઉત્તરાખંડના પિથોરાગઢમાં બુધવારે સવારે ૬.ર૭ કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આફટરશોકની તીવ્રતા ૪.૩ હતી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુાસર, ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી લગભગ ૯૦ કિ.મી. દૂર નેપાળમાં હતું. બે હળવા આંચકા બાદ ત્રીજાે મોટો ભૂકંપ સર્જાયો નેપાળમાં ર૪ કલાકમાં જ ૪ વાર ધરતી ધણધણી. નેપાળમાં ૬.૩ની તિવ્રતાના ભૂકંપ પૂર્વે પણ બે આંચકા અનુભવાયા હતા. મંગળવારે સવારે ૪.પની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો અને રાત્રે ૯ વાગ્યે ૩.પની તીવ્રતાનો આંચકો લાગ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે ૧.પ૭ કલાકે ૬.૩નો મોટો ભૂકંપ નોંધાયો હતો. આ ધરતીકંપ બાદ આફટરશોક હોય તેમ પરોઢીયે ૩વાગ્યે ફરી ૩.પની તીવ્રતાના આંચકાથી ધરતી ધણધણી હતી અને લોકો ફરી વખત ફફડી ઉઠયા હતા. ભારતના પાડોશી દેશમાં ચોવીસ કલાક દરમિયાન ચાર વખત ભૂકંપ થયો હતો.
ભૂકંપની દૃષ્ટિએ ઉત્તરાખંડ અત્યંત સંવેદનશીલ શ્રેણી અર્થાત સિસ્મક ઝોન-૪માં આવે છે. ભૂતકાળમાં ભૂકંપ ભારે તબાહી સર્જી હતી એટલે લોકોમાં ડરનો માહોલ હતો. આ પૂર્વે ઉત્તરપ્રદેશ લખનૌ સહિતના ભાગોમાં મંગળવારે રાત્રે ૮.પર કલાકે ૪.૩ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. મુરાદાબાદ, મેરઠ, બરેલી સહિતના શહેરોમાં પણ ધ્રુજારી અનુભવાઈ હતી.
આમતો દેશમાં દરરોજ ૮૦૦૦ વખત ભૂકંપ નોંધાય છે. દેશભરમાં ૮૦૦૦ વખત દરરોજ ર.૦ સુધીના ભૂકપના આંચકા નોંધાય છે. જયારે ઉત્તરાખંડમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૭૦૦થી વધારે નાના મોટા ૮૦૦૦થી વધોર ભૂકંપ આવી ચુકયા છે. જાેકે મોટાભાગના ભૂકંપની તિવ્રતા ૩.૦ મેગ્રીટયુડથી ઓછી હતી. રાહતની વાત એ છે કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે લોકોને અનુભવ થયો નથી જયારે રાજયમાં વર્ષભરમાં એવા ૧૩ ભૂકંપ આવ્યા હતા જેની તિવ્રતા ૪થી વધારે રહી હતી અને લોકોએ તેનો અનુભવ કર્યો હતો. વૈજ્ઞાનિકોએ પર્વતીય ક્ષેત્રોમાં ભૂકંપ વિરોધી ટેકનોલોજી વિના બની રહેલી ઈમારતો અને અવૈજ્ઞાનિક વિકાસ કાર્યોને લઈને પણ ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે નાના નાના ભૂકંપથી પૃથ્વીની અંદરથી મોટી ઉર્જા બહાર નીકળે છે અને તેનાથી મોટા ભૂકંપનું જાેખમ ઘટી જાય છે.

ભૂકંપ કેવી રીતે થાય છે ?
ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે જયારે આ પ્લેટો કોઈ જગ્યાએ અથડાય છે ત્યારે ત્યાં ફોલ્ટ લાઈન ઝોન રચાય છે અને સપાટીના ખૂણાઓ વળી જાય છે. સપાટીના ખૂણાઓ વળી જવાને કારણે ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટો તૂટવાથી અંદરની ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે જેના કારણે ધરતી ધ્રૂજે છે અને આપણે તેને ભૂકંપ માનીએ છીએ.

ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ર.૦થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપનોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે આ ભૂકંપ અનુભવાતા નથી. રિકટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના ૮,૦૦૦ ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે ર.૦ થી ર.૯ની તીવ્રતાના ધરતીકંપોને માઈનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આપણે સામાન્ય રીતે દરરોજ આવા ૧,૦૦૦ જેટલા ભૂકંપ અનુભવતા પણ નથી. એક વર્ષમાં ૪૯,૦૦૦ વખત ૩ઉ૦થી ૩.૯ની તીવ્રતાના અત્યંત હળવા કેટેગરીના ધરતીકંપ નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ તેમના દ્વારા ભાગ્યે જ કોઈ નુકસાન થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.