Western Times News

Gujarati News

૮૦૦૦ ભારતીયો વિદેશી જેલોમાં કેદઃ વિદેશ મંત્રાલય

Files Photo

(એજન્સી) ભારતના ૮૦૦૦થી વધુ નાગરીકો વિદેશોની જેલોમાં કેદ છે.તેમાંથી ૪૩૮૯ ભારતીય નાગરીકો ફકત ગલ્ફ દેશોની જેલોમાં કેદ છે. કેન્દ્રીય વિદેશ રાજયમંત્રી વી.મુરલીધરણે શુક્રવારે સંસદમાં આ માહીતી આપી હતી. તેમણે લોકસભામાં એક સવાલના જવાબમાં લેખીતમાં આ માહીતી આપી હતી. ભારતના કુલ ૮૪૪૧ નાગરીકો વિદેશી જેલોમાં કેદ છે, જેમાં અંડર ટ્રાયલ પણ સામેલ છે.

તેમાંથી ૪૩૮૯ ભારતીયો યુએઈ, સાઉદી અરેબીયા, કતાર, કુવૈત, બહેરીન ઓમાનની જેલોમાં કેેદ છે. વિદેશ રાજય મંત્રીએ કહયું કે ર૩ નવેમ્બ્ર ર૦૧૧ના રોજ ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સડ પર્સન્સ એગ્રીમેન્ટ હેઠળ યુએનઈની જેલોમાં કેદ નાગરીકોને ભારત પરત લાવવામાં આવશે અને ભારતીય જેલોમાં તેમની સજા ભોગવશે. યુએઈના કેદીઓ સાથે પણ આવું જ તેમને યુઅઈે મોકલવામાં આવશે. આ કેદીઓને ટ્રાન્સફર ટીએસપી કરાર હેઠળ કરવામાં આવશે. પરંતુ ફકત તે જ કેદીઓને ટ્રાન્સફર કરવામાં આવશે જેઓ આ માટે સંમત છે અને તેઓ જયાં જવાના છે તે દેશમાં તેમના માટે જેલમાં જગ્યા છે.

નોધનીય છે કે દોહામાં ભારતીય નૌકાદળના ૮ અધિકારીઓની અટકાયત કર્યા બાદ વિદેશી જેલમાં બંધ ભારતીય નાગરીકોનો મુદો સામે આવ્યો હતો. તે પછી, ૧ ડીસેમ્બરે વિદેશ મંત્રાલયના પ્રવકતા અરીદમ બાગચીએ કહયું હતં કેભારત આ કેસ પર સતત નજર રાખી રહયું છે. અટકાયતમાં લેવાયેલા ભારતીયો તેમના પરીવારના સંપર્કમાં છે. કેટલાક અટકાયતીઓના પરીવારો દોહામાં છે. તેમને દર અઠવાડીયે જેલમાં જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. અમે શકય તમામ મદદ પુરી પાડવાનો પ્રયાસ કરી રહયા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.