Western Times News

Gujarati News

6.23 કરોડ મુસાફરોથી BRTSને આવક થઈ 81 કરોડ

Files Photo

ર૦૦૯માં ચંદ્રનગરથી આરટીઓ વચ્ચે બીઆરટીએસનો પ્રારંભ થયો હતો

BRTS કોરીડોરમાં રોજ કુલ ૩૩૧ બસ દોડાવાઈ રહી છે-દરરોજ 2 લાખ મુસાફરો લાભ લઈ રહ્યા છે

BRTS ની શરૂઆતમાં મુસાફર દીઠ આવક સાલ 2010માં 4 રુપિયા હતી જે હાલમાં 2022માં વધીને અંદાજીત 13 રુપિયા થઈ છે

(એજન્સી) અમદાવાદ, શહેરીજનો માટે હાલમાં AMTS-BRTS અને Metro રેલ્વે એમ જાહેર પરિવહન સેવાક્ષેત્રે ત્રણ વિકલ્પ ઉપલબ્ધ છે. એએમટીએસ દાયકાઓથી શહેેરીજનોનેે નોકરી-ધંધાના સ્થળે કે શાળા-કોલેજ પહોંચાડી રહી છે.

જાે કે તેની સામે બીઆરટીએસે છેલ્લા લગભગ સવાર દાયકામાં લોકચાહના મેળવી છે. બીઆરટીએસ તેની નિયમિતતા, સ્વચ્છતા અને ઝડપ માટે પેસેન્જરોમાં વખણાતી હોઈ તેના ઉપયોગ કરનારા પણ વધતા જ જાય છે. જેના કારણે તંત્ર દ્વારા મળેલા સતાવાર આંકડાને તપાસતા છેલ્લા વર્ષ ર૦રરમાં આવક અને પેસેન્જરોની દ્રષ્ટીએેેે નવો રેેકોર્ડ બનાવ્યો છે. 81 crores revenue for BRTS from 6.23 crore passengers

મ્યુનિસિપલ કાંગ્રેસના ઉપેનેતા અને દરિયાપુરના કોર્પોરેટરની પાસેથી મળેલી માહિતીના આધારે આ વર્ષે તંત્રને કુલ ૬.ર૩ કરોડ પેસેન્જરોથી રૂા.૮૧ કરોડથી વધુની આવક થઈ હતી. એટલે કે મુસાફર દીઠ અંદાજીત 13 રુપિયા આવક થઈ હતી.

બીઆરટીએસ લોકોએેે હવે જાહેર પરિવહન સેવોક્ષેત્રનો અનિવાર્ય વિકલ્પ માની લીધો છે. એએમટીએસ કરતા આ સર્વિસ થોડીક મોંઘી હોવા છતાંય તેમાં બસનુ સમયપત્રક મહદ્દ અંશે જળવાઈ રહે છે. અને તેના સ્વતંત્ર કોરિડોરના કારણે જે તે બસ સ્ટેશનથી નીકળેલી બસ સડસડાટ કોરીડોરમાં દોડીને પેસેન્જર્સને તેના ગંતવ્ય સ્થાને ઝડપભેર પહોંચાડી રહી છે.

આજની તારીખમાં મ્યુનિસિપલ સતાવાળાઓ દ્વારા બીઆરટીએસ કોરીડોરમાં રોજ કુલ ૩૩૧ બસ દોડાવાઈ રહી છે. જેની રોજના બે લાખથી વધુ પેસેન્જર લાભ ઉઠાવી રહ્યા છે. આટલી જબ્બર સંખ્યામાં પેસેન્જર હોઈ મ્યુનિસિપલ તંત્રને દૈનિક રૂા.ર૬ લાખથી વધુની આવક થાય છે.

બીઆરટીએસનો પ્રારંભ ર૦૦૯ના ઓક્ટોબરમાં થયો હતો. એ વખતે આ બસ સર્વિસ ચંદ્રનગર (વાસણા)થી આરટીઓ સુધી સીમિત રૂટ પર દોડતી હતી. શરૂઆતના વર્ષમાં એટલે કે ર૦૦૯માં સીમિત રૂટ અને બસની સંખ્યાના કારણે ઓક્ટોબર-નવેમ્બર, ડીસેમ્બર ર૦૦૯ એમ ત્રણ મહિનામાં ત્રણ ૧૭.૬ર લાખ પેેસેન્જર્સ નોંધાઈને ફક્ત રૂા.૮ર.૧૭ લાખની આવક થઈ હતી.

દરિયાપુરના કોર્પોરેટર અને મ્યુનિસિપલ કોંગ્રેેસના ઉપેનતા નિરવ બક્ષીને  તંત્ર દ્વારા અપાયેલી માહિતીને તપાસતા વર્ષ ર૦૧૦માં કુલ ૪.૩૧ કરોડ પેસેન્જર્સથી રૂા.૧ર કરોડની આવક, (એટલે કે મુસાફર દિઠ આવક અંદાજે 4 રૂપિયા હતી) વર્ષ ર૦૧૧માં ૪૩.પ૧ લાખ પેેસેન્જર્સથી રૂા.રપ.૮૯ કરોડની આવક તંત્રને થઈ હતી.

જેમ જેમ બીઆરટીએસમાં નવી બસનો કાફલો ઉમેરાતો ગયો તેમ તેમ તેેનો વ્યાપ શહેરમાં વધતો ગયો. તેમ તેમ તેમાં પેેસેન્જર્સની સંખ્યા અને આવકમાં પણ ઉલ્લેખનીય વૃધ્ધી થતી ગઈ. વર્ષ ર૦૧૯માં ૪.૯પ કરોડ પેેસેન્જર્સથી સાવાળાઓએ રૂા.૬૪.૭ર કરોડની આવક થઈ હતી.

આ રીતે બીઆરટીએસની લોકપ્રિયતાનો ગ્રાફ ઉતરોત્તર ઉંચે ચડતો રહ્યો. પરંતુ અચાનક કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે તેને પણ ગ્રહણ લાગ્યુ હતુ. એપ્રિલ્‌-ર૦ર૦ અને મેઉ-ર૦ર૦માં સમગ્ર દેશવ્યાપી લોકડાઉનથી બીઆરટીએસના પૈડા પણ થંભી ગયા હતા.

તા.૧ જૂન ર૦ર૦ થી લોકડાઉનમાં તબક્કાવાર અનલોક જાહેર કરાતા બીઆરટીએસ બસ પણ ડેપોમાંથી બહાર આવીનેે કોરીડોરમાં દોડતી થઈ ગઈ હતી. જાે કે કોરોનાના ગ્રહણનેે કારણે બીઆરટીએસના રૂટ ખાસ્સા એવા પ્રભાવિત થયા હતા. પરિણામે એ વર્ષ દરમ્યાન તેંત્રના ચોપડે માત્ર ૧.૯૭ કરોડ પેસેન્જસ્‌ નોંધાઈને રૂા.રપ.૧૬ કરોડની આવક તંત્રને થવા પામી હતી.

વર્ષ ર૦ર૦-ર૧માં પણ કોરોનાની માઠી અસરથી બીઆરટીએસને ૧૮ માર્ચ, ર૦ર૧થી બંધ કરવી પડી હતી.જેેના કારણે પુનઃ બીઆરટીએસમાં મુસાફરી કરતા પેસેન્જર્સ. ગભરાતા હતા અને પરિણામે ઓછા પેેસેન્જર નોંધાઈને તંત્રને આવકમાં પણ સારી એવો ફટકો પડ્યો હતો.

વર્ષ ર૦ર૦-ર૧માં ર.૭૮ કરોડ પેેસેન્જર્સ બીઆરટીએસની મુસાફરી કરતાં મ્યુનિસિપલ તિજાેરીમાં રૂા.૩૬ કરોડ ઠલવાયા હતા. જાે કે ગત ર૦રરના વર્ષ દરમ્યાન કોરોનાની ભીતિ લગભગ ગાયબ થઈ જતાં સામાન્ય જનજીવન રાબેતા મુજબ થયુ હતુ. અને તેનો ફાયદો બીઆરટીએસને પણ થયો હતો.

વર્ષ ર૦રર દરમ્યાન ૬.ર૩ કરોડથી વધુ પેસેેન્જર્સનો નવો રેકોર્ડ નોંધાયો હતો. બીઆરટીએસની ૧૩ વર્ષની સફર દરમ્યાન એ વર્ષેે મ્યુનિસિપલ સત્તાધીશોને આવકમાં બખ્ખં બખ્ખા થઈને રૂા.૮૧.૧૧ કરોડથી વધુ નાણાં મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.