Western Times News

Gujarati News

81 વર્ષની દાદીએ 36 વર્ષના યુવક સાથે લગ્ન કર્યા

બ્રિટેન: બ્રિટેનની ૮૧ વર્ષની મહિલાએ ૩6 વર્ષના યુવક સાથે લગ્ન કરી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. આ અનોખા લગ્નની સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચા થઈ રહી છે. 81-Year-Old British Woman Marries 36-Year-Old Egyptian

કપલની તસ્વીરો પણ ખુબ જ વાયરલ થઈ રહી છે. જાે કે, હવે આ જાેડીની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમને જણાવી દઇએ કે, હાલમાં જ ૮૧ વર્ષની બ્રિટિશ મહિલા આઈરિશ જાેન્સએ તેનાથી ૪૬ વર્ષ નાના 36 વર્ષીય યુવક સાથે લગ્ન કર્યા છે. આ શખ્સ ઈજિપ્તનો રહેવાસી છે અને તેનું નામ મોહમ્મદ છે.

જાે કે, લગ્નના થોડા સમય બાદ આ અનોખી જાેડી સામે પહાડ જેવી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. મહિલાના પતિને બ્રિટન આવવા માટે વીઝા મળવામાં વિલંબ થઈ રહ્યો છે. આ વચ્ચે ૮૧ વર્ષીય જાેન્સને આ ડર સતાવી રહ્યો છે કે, વધારે ઉંમર હોવાના કારણે પતિને મળ્યા પહેલા તેનું મૃત્યુ ન થઈ જાય.

મહિલા પોતે ઈજિપ્તમાં રહેવા નથી ઈચ્છતી કેમ કે, ત્યાંનું વાતાવરણ તેના સ્વાસ્થ્ય માટે અનુકુળ નથી. રિપોર્ટ અનુસાર બ્રિટનના વેસ્ટનની રહેવાસી જાેન્સ, તેનાથી ૪૬ વર્ષ નાના મોહમ્મદ અહમદને ગત વર્ષ એક ફેસબુક ગ્રુપમાં મળી હતી. ત્યારબાદ તેઓએ ઇજિપ્ત જઈ મોહમ્મદ સાથે નવેમ્બરમાં લગ્ન કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.