રાજ્યમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૨.૪૫ ટકા પરિણામ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/05/CBSE-1024x576.webp)
અમદાવાદ, રાજ્યમાં ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૨.૪૫ ટકા પરિણામ. ગયા વર્ષે ૬૫.૫૮ ટકા પરિણામ વિજ્ઞાન પ્રવાહનું હતું. ગુજરાત બોર્ડ ધોરણ ૧૨ના ત્રણેય પ્રવાહો એટલે કે કોમર્સ, આર્ટસ અને સાયન્સનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓ તેમના એડમિટ કાર્ડમાં આપેલા રોલ નંબર અને રોલ કોડની મદદથી પરિણામ જોઈ શકે છે. ઉલ્લેખનિય છે કે વિદ્યાર્થીઓએ પરીક્ષાની માર્કટસીટ મેળવવા માટે ક્યા સમયે જવું તે અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવશે.
ઉપરાંત પેપરના રિએસએસમેન્ટ માટેની તારીખ પણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે, ઉલ્લેખનિય છે કે, ૨૦૨૪માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ ૧૨ – વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ગુજકેટ ૨૦૨૪ અને સંસ્કૃત માધ્યમના પરિણામ પણ ૯ મે, ૨૦૨૪ના રોજ સવારે ૯ વાગે જાહેર થશે.
પ્રથમ વખત ૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર થશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૩૧,૯૮૭ વિદ્યાર્થીઓ નોધાયા હતાં. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૮૯,૨૭૯ વિદ્યાર્થીઓ નોધાયા હતાં. નોંધનિય છે કે, ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા ૧૧ માર્ચે યોજવામાં આવી હતી.
જે ૨૬ માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ ૬,૩૦,૩૫૨ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧,૩૨,૦૭૩, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૪,૯૮,૨૭૯ વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે ૧,૩૭,૭૦૦ વિદ્યાર્થીઓ હતા.
ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ની પરીક્ષામાં કુલ ૪.૭૭ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષાઓ ૧૧ માર્ચથી ૨૨ માર્ચ, ૨૦૨૪ દરમિયાન લેવાઈ હતી. પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ નીચે આપેલા સરળ પગલાંને અનુસરીને માર્કશીટ ચકાસી શકે છે.
ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ખ્તજીહ્વ.ર્ખ્તિ પર જાય છે. વેબસાઈટ પર જતા જ રિઝલ્ટ વિકલ્પ દેખાશે. રિઝલ્ટ ઓપ્શન પર જાઓ અને ગુજરાત બોર્ડ એચએસસી પરિણામ ૨૦૨૪ માટે પરિણામ ચેક કરોની લિંક પર ક્લિક કરો. આ પછી રોલ નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરો. લોગ ઇન કર્યા પછી, પરિણામ સ્ક્રીન પર ખુલશે. પરિણામ તપાસ્યા પછી, પ્રિન્ટ લો.SS1MS