Western Times News

Gujarati News

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજતંત્ર PGVCLની ૮૩૦ ટીમો તૈનાત

રાજકોટ, સંભવિત બિપનજાેય વાવાઝોડાને પગલે ભારે પવન ફુંકાવાની શકયતાને લઈને વીજ થાંભલાને નુકશાન થાય અને વીજ પુરવઠો ખોરવાઈ જાય તો, તાત્કાલિક અસરથી વીજ પુરવઠો પૂર્વવત કરી શકાય તે માટે પી.જી.વી.સી.એલના મેનેજીંગ ડાયરેકટર એમ.જે. દવેના માર્ગદર્શન હેઠળ સજ્જ વીજતંત્ર દ્વારા વીજ માળખાને થનારી સંભવિત ખુવારીને પહોંચી વળવા મેન પાવર, મટીરીયલ તથા વાહનની આગોતરી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પી.જી.વીસી.એલના મુખ્ય ઈજનેર ડી.વી.લાખાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને પગલે સુચારૂ આયોજનના ભાગરૂપે મેનેજમેન્ટ કમિટી, કોર કમિટી, સર્કલ લેવલ કમિટી, કોર્પોરેટ લેવલ કંટ્રોલ રૂમ અને ર૪૬૭ રિપોર્ટિંગ ટીમની રચના કરવામાં આવી છે.

વાવાઝોડા બાદ શહેર-નગરોમાં વીજ પુરવઠો ખોરવાયે તાબડતોબ કાર્યરત કરવા માટે પી.જી.વી.સી.એલની પ૬ર કોન્ટ્રાકટ ટીમ ૩૩૦૪ વીજકર્મીઓ સાથે તથા ર૬૮ જેટલી ડીપાર્ટમેન્ટલ ટીમના ૧૦૮પ સહીત કુલ ૪૩૮૯વીજકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લ્માં ૮૪,૧પ૦ વીજ થાંભલા તથા ૪૪,રપ૩જેટલા અલગ અલગ વોટ પ્રમાણેના વીજ ટ્રાન્સફોર્મર સ્ટોક સહિત ફેબ્રીકેશન મટીરીયલ્સ જેવા જરૂરી સાધન સામગ્રીનું આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે આ માટે ટેમ્પો, બોલેરો જેવા ૭૮ર વાહનો તથા ૩૬ જેટલા ટ્રકની પણ વ્યવસ્થા કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.